Monday, 30 December 2019

A High-Level GCCI Delegation Held A Meeting With Cm Shri Vijaybhai Rupani At Gandhinagar

High-Level GCCI Delegation

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની આગામી ઊદ્યોગ નીતિના ઘડતરમાં વેપાર-ઊદ્યોગ મંડળો-ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સૂઝાવો તથા અન્ય રાજ્યોનીઇન્ડસ્ટ્રીયલ પોલિસીના સર્વગ્રાહી પાસાંઓનો અભ્યાસ ધ્યાને લેવાની નેમ દર્શાવી છે.

આ સંદેર્ભમાં તેમણે કહ્યું કે, ભારતને પાંચ ટ્રિલીયન ડોલર ઇકોનોમી તરીકે વિશ્વમાં પ્રસ્થાપિત કરવાના પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પમાં ગુજરાત વેપાર, ઊદ્યોગ તથા ઔદ્યોગિક ઉત્પાદનોના ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપી લીડ લેવા તત્પર છે.

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પદાધિકારીઓ-પ્રતિનિધિઓની ઉચ્ચ સ્તરીય બેઠક તેમના વિવિધ પ્રશ્નોની રજૂઆતો અંગે યોજવામાં આવી હતી.

Saturday, 28 December 2019

In the Gracious presence of Shri Dr. Harshvardhan Ji dedicated Super Speciality Hospital at Rajkot

Super Speciality Hospital at Rajkot


પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ ખાતે ભારત સરકારના સહયોગથી રૂા.૧૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત થયેલ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં લોકાર્પણ કરતા ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અનેકવિધ નવી યોજનાઓ બનાવી રાષ્ટ્રને સમર્પણ કરી છે.

રાજકોટની સાધારણ હોસ્પિટલને સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલમાં પરિવર્તિત કરી છે. જેનાથી હવે હદય, મગજ, કિડની જેવા ગંભીર રોગોની સારવાર સ્થાનિક કક્ષાએ દર્દીઓને મળી શકશે. ભારત સરકારે દેશમાં ૨૨ જગ્યાએ “એઇમ્સ” આપી રહી છે. રાજકોટને પણ સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ સાથે “એઇમ્સ” પણ મળી છે. ગુજરાતમાં ભાવનગર અને સુરતમાં સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ કરાશે.

Guj Cm Shri Vijaybhai Rupni Inaugurated Iranshah Udvada Utsav 2019 At Udvada

Iranshah Udvada Utsav 2019 At Udvada


દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસીઓની સંસ્‍કૃતિને ઉજાગર કરવા દર બે વર્ષે ઇરાનશાહ ઉદવાડા ઉત્‍સવ ઉજવવામાં આવે છે. ઇરાનશાહ ઉદવાડા-૨૦૧૯ તા.૨૭ થી ૨૯મી ડિસેમ્‍બર સુધી યોજાશે
ઇરાનશાહ ઉદવાડા-૨૦૧૯નો પ્રારંભ દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલ, વડાદસ્‍તુર ખુરશેદ દસ્‍તુર, ફિરોઝ મહેરજી કોટવાલ, ઇન્‍ડિયા ઓલમ્‍પિક એસીસીએશનના પ્રમુખ આદિલ સુમારીવાલા, યોગગુરુ મીકી મહેતાની હાજરીમાં કરવામાં આવ્‍યો હતો.

આ અવસરે દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલે જણાવ્‍યું હતું કે, ઉદવાડા એ સમગ્ર પારસી સમાજનું ઊર્જા કેન્‍દ્ર છે. વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીની દીર્ઘદૃષ્‍ટિથી માઇક્રો માઇનોરીટીને ભેગા કરી સામાજિક ઉત્‍સવ ઉજવવાનો વિચાર આજે ખરા અર્થમાં સાકાર થઇ રહયો છે. 

Friday, 27 December 2019

Guj Cm Shri Vijaybhai Ruapni At Global Zalawad Mega Exhibition, Surendranagar

Global Zalawad Mega Exhibition, Surendranagar

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સુરેન્દ્રનગરમાં ગ્લોબલ ઝાલાવાડ એકઝીબીશનને ખૂલ્લું મૂકતા સ્પષ્ટપણે જણાવ્યું કે, ‘‘ખાનદાની અને ખુમારીના પ્રદેશ એવા ઝાલાવાડના લોકોમાં ઉદ્યમ અને ઉદ્યમશિલતા પડેલી છે. જેના કારણે દુનિયાના વેપાર – ઉદ્યોગના નકશામાં ઝાલાવાડવાસીઓએ પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે.’’

ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના ઉપક્રમે યોજાયેલ આ ઝાલાવાડ મેગા એક્ઝીબીશનના આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના તમામ ઉદ્યોગો આપબળે આગળ વધ્યા છે.

Guj Cm Shri Vijaybhai Rupani Inaugurated Gihed Credai Property Show At Ahmedabad

Gihed Credai Property Show At Ahmedabad

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, શહેરો-નગરોના ઝડપી  વિકાસ માટે રાજ્ય સરકારે ર વર્ષમાં 200 ટી.પી. સ્કિમ મંજૂર કરી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં માળખાકિય ક્ષેત્રના વિકાસ માટે ચાલું વર્ષે જ 100 ટી.પી. સ્કિમને મંજૂરી આપી છે.

મુખ્યમંત્રીશ્રી કહ્યું કે, રાજ્યમાં મંજૂર કરવામાં આવેલી 200 ટી.પી. અને 12 ડી.પી. સ્કિમ સંપૂર્ણ પારદર્શિકતાથી અમલમાં મૂકાઇ છે. જેને કારણે અમદાવાદ અને સુરત જેવા શહેરો વિશ્વમાં ઝડપથી વિકસી રહેલા શહેરો તરીકે ઉભરી આવ્યા છે.

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા ત્રિ-દિવસિય ગાહેડ-ક્રેડાઇ પ્રોપર્ટી શો નો પ્રારંભ કરાવતા તેમણે કહ્યું કે, શહેરી ક્ષેત્રના વિકાસ માટે ટી.પી.સ્કિમની મંજૂરી સહિતના જે પગલાંઓ લેવામાં આવ્યા છે તેનાથી ગુજરાતની કન્સ્ટ્રકશન એક્ટિવિટીને બુસ્ટ મળશે.

Thursday, 26 December 2019

Union Minister of State with PMO Jitendra Singh Discuss With Chief Minister Vijay Rupani


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની મુલાકાત પ્રધાનમંત્રી કાર્યાલયના રાજ્ય મંત્રી શ્રી ડૉ. જિતેન્દ્રસિંઘે ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓના પ્રતિનિધિમંડળ સાથે લીધી હતી.

ડૉ. જિતેન્દ્રસિંઘના નેતૃત્વ હેઠળનું આ પ્રતિનિધિમંડળ ગુજરાતના આઇ-ક્રિયેટની ગતિવિધિઓ અને પ્રગતિના અભ્યાસ માટે ગુજરાત પ્રવાસે આવેલું છે.

આ મુલાકાત દરમિયાન તેમણે આઇ-ક્રીયેટની પ્રવૃત્તિઓ નિહાળીને સવલતોનું પણ નિરીક્ષણ કર્યુ હતું. એટલું જ નહિ, સેન્ટરના ઇન્કયુબેટીઝ સાથે પણ સંવાદ કરી માહિતી મેળવી હતી.

Wednesday, 25 December 2019

Inaugurated the Kankariacarnival A Week-Long Festival to Boost the Spirit of Arts, Cultural & Social Activities in The Society

the Kankaria carnival


મુખ્યમંત્રીશ્રીએ કહયું છે કે, અમદાવાદ શહેર ૬૦૦ વર્ષ જૂનુ પૂરાતન શહેર છે. આ શહેરને તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રિવરફ્રન્ટ જેવા પ્રકલ્પો દ્વારા વિશ્વ કક્ષાએ ઉજળું કર્યું હતું. આજે પણ અમદાવાદના વિકાસની યાત્રા વણથંભી ચાલી રહી છે.

‘કાંકરિયા કાર્નિવલ -2019’ના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સતત 11 વર્ષથી કાંકરિયા કાર્નિવલના સફળ આયોજન અને અમદાવાદના નગરજનોની સુખાકારી માટે હરહંમેશ કટિબદ્ધ રહેતા મ.ન.પા.ના અધિકારીઓ/કર્મચારીઓ અભિનંદનને પાત્ર છે.


To Mark the Good Governance Day, Cm Shri Vijaybhai Rupani Inaugurated ‘Kisan Sammelan’ At Vadodara

Kisan Sammelan At Vadodara

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયી દેશને સ્વરાજ્યથી સુરાજ્યની દિશામાં લઈ ગયા. એટલે જ એમનો જન્મ દિવસ દેશભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવાય છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ મહાનગરપાલિકાના સ્થાયી અધ્યક્ષ, મેયર તરીકેના દિવસોને યાદ કરતાં જણાવ્યું કે, કોંગ્રેસ શાસનના એ દિવસોમાં ભ્રષ્ટાચારે રાજ્યની તિજોરીને ભરડો લીધો હતો એના લીધે રાજ્યની તિજોરીમાં છીંડા પડી ગયા હતા. એટલે રાજ્ય સરકાર વિકાસ કામો માટે ફૂટી કોડી આપી શકતી ન હતી. તે પછી હાલના  પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ એમની હું ખાતો નથી અને ખાવા દેતો નથીની નીતિનો મજબૂત અમલ કરીને ભ્રષ્ટાચાર મુક્ત શાસનની ગુજરાતને ભેટ આપી. તેના પગલે આજે દર ત્રણ કે છ મહિને નગરપાલિકાઓ કરોડો રૂપિયાની કિંમતના વિકાસ કામોના

વિકાસ પર્વો યોજી શકે છે. એમની નીતિઓના લીધે આજે રૂપિયાના ખર્ચ સામે સવા રૂપિયાનું વળતર મળતું થયું છે.

વધુ વાંચો ગુજરાતીમાં: અટલજીએ સ્વરાજ્યમાંથી સુરાજ્ય અને સુશાસનની દેશમાં શરૂઆત કરી - મુખ્યમંત્રીશ્રીએ અટલજીને આપી આદરસભર અંજલિ

Sunday, 22 December 2019

Guj Cm Shri Vijaybhai Rupani Attended Closing Ceremony Of Khel Mahakumbh 2019

Closing Ceremony Of Khel Mahakumbh 2019

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતે ખેલમહાકુંભના માધ્યમથી રમત-ગમત ક્ષેત્રે પણ કૌશલ્ય-પ્રતિભા ઉપસાવી છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતુ કે, આવનારુ વર્ષ-૨૦૨૦ એટલે ૨૦-૨૦ છે અને ગુજરાત એમાં પણ લીડ લઈને રમત-ગમત સહિત સર્વાંગી વિકાસના ક્ષેત્રે પણ ૨૦-૨૦ ફોર્મેટથી વિશ્વનું રોલમોડેલ બનશે.

મુખ્યમંત્રીશ્રીએ આજે અમદાવાદ સ્થિત ટ્રાન્સસ્ટેડિયા ખાતે ખેલમહાકુંભ-૨૦૧૯ના સમાપન પ્રસંગે વિવિધ રમતોમાં શ્રેષ્ઠ સિદ્ધિઓ હાંસલ કરનાર ખેલાડીઓનું એવોર્ડ આપી સન્માન કર્યું હતું.

શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના હરેક નાગરિકમાં પડેલાં ખેલ કૌશલ્યને નિખાર આપવા શરૂ કરાવેલા ખેલમહાકુંભની આ ૧૦મી શૃંખલામાં આ વર્ષે ૪૦ લાખથી વધુ નાગરિકો ઉત્સાહભેર રમત-ગમતમાં જોડાયા હતા.

Guj Cm Announced at a Cost of Rs 270 Crore New 6 Fly over Bridge Will Be Constructed In Vadodara City

New 6 Fly over Bridge Will Be Constructed In Vadodara City

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના મહાનગરોમાં વાહનવ્યવહાર ટ્રાફિકની સમસ્યાના નિવારણ રૂપે મહાનગરોમાં ફ્લાય ઓવર બનાવવાના રાજ્ય સરકારના આયોજનમાં વડોદરા મહાનગર માટે ૬ નવા ફ્લાય ઓવરના નિર્માણને મંજૂરી આપી છે.

વડોદરા મહાપાલિકાએ આ હેતુસર રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરેલી રૂ. ર૭૦ કરોડની દરખાસ્તમાં આ વર્ષે કુલ રકમના ૧૦ ટકા પ્રમાણે મુખ્યમંત્રીશ્રીએ રૂ. ર૭ કરોડ ફાળવવાની શહેરી વિકાસ વિભાગને સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.

રાજ્ય સરકારના વર્ષ-ર૦૧૯-ર૦ના બજેટમાં સમગ્ર રાજ્યમાં મહાનગરોમાં ૭પ ફ્લાય ઓવરબ્રીજનું આયોજન જાહેર કરવામાં આવ્યું હતું.

Saturday, 21 December 2019

400 MLD Water Purified at Sewage Treatment Plant at Ahmedabad Would Be Used For Irrigation through Fatehwadi Canal

400 MLD Water Purified at Sewage Treatment Plant at Ahmedabad

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ખેડૂતોને આહવાન કર્યુ કેગુજરાતમાં ચાલુ વર્ષે વ્યાપક પ્રમાણમાં વરસાદ પડ્યો છેત્યારે ગુજરાતના ખેડૂતો પોતાના બાવડાના બળે વિક્રમજનક કૃષિ ઉત્પાદન કરી દેશને નવી દિશા પૂરી પાડે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કેગુજરાતમાં કુદરતની મહેરથી થયેલી શ્રીકાર વર્ષાથી પાણીનું સંકટ દૂર થયું છે. હવે ધરતીપુત્રોએ ઊનાળુ અને શિયાળુ પાકના વિક્રમસર્જક મબલખ ઉત્પાદન કરી ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યમાં લીડ લેવાની છે.

મુખ્યમંત્રીશ્રી અમદાવાદ શહેરના સ્યુએજના શુદ્ધિકરણ થયેલા પાણીના પૂન:વપરાશ માટે ફતેવાડી કેનાલમાં સિંચાઇ હેતુસર આ પાણી આપવાના લોકાર્પણ સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા. એક કરોડ રૂપિયાના ખર્ચે આ યોજના રાજ્યના જળસંપત્તિ વિભાગે સાકાર કરીને ૪૦૦ એમ.એલ.ડી. શુદ્ધિકરણ થયેલું પાણી અમદાવાદ ગ્રામ્યના દસક્રોઇસાણંદબાવળા અને ધોળકા તાલુકાના ગામોના ખેડૂતોને સિંચાઇ માટે આપવાની નવતર પહેલ કરી છે.

Important MoUs between the State Government and the National Stock Exchange NSE: Another New Step in the Area of Ease of Doing Business

MoUs between the State Government and the National Stock Exchange NSE

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતીમાં ગુજરાત સરકારના ઊદ્યોગ વિભાગ અને નેશનલ સ્ટોક એકસચેન્જ NSE વચ્ચે રાજ્યના MSME ઊદ્યોગોને પબ્લીક ઇસ્યૂ દ્વારા નાણાં ઉપલબ્ધ કરાવવાના પહેલરૂપ એમ.ઓ.યુ ગાંધીનગરમાં સાકાર થયા છે.

ગુજરાત સરકાર અને NSE વચ્ચે થયેલા આ મહત્વપૂર્ણ MoU પર રાજ્યના ઊદ્યોગ અગ્ર સચિવ અને મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ તેમજ NSEના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રી રવિ વારાણસી એ હસ્તાક્ષર કર્યા હતા.

MOU Concludes Between Department Of Industry and Nationalized Bank, Bank of Baroda -: MSME Entrepreneurs Will Get Easy Money

MOU Concludes Between Department Of Industry and Nationalized Bank

રાજ્યના MSME ઊદ્યોગ સાહસિકોને સરળતાએ નાણાં ઊદ્યોગ સ્થાપના માટે મળી રહે તેવી પહેલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં સાકાર થઇ છે. મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના ઊદ્યોગ વિભાગે રાષ્ટ્રીયકૃત બેન્ક બેન્ક ઓફ બરોડા સાથે આ અંગેના મહત્વપૂર્ણ MoU સંપન્ન કર્યા છે. હવે જે નવા ઊદ્યોગ સાહસિકો ગુજરાતમાં MSME એકમો સ્થાપવા માંગે છે તેમને સમયમર્યાદામાં અને જરૂરિયાત મુજબ નાણાં સંશાધનો મળી રહેશે.

આ MoU પર ગુજરાત સરકાર વતી ઊદ્યોગ અગ્ર સચિવ અને મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ અને બેન્ક ઓફ બરોડા વતી બેન્કના એકઝીકયુટીવ ડિરેકટર શ્રી વિક્રમાદિત્યસિંહ ખિંચીએ હસ્તાક્ષર કર્યા હતા. આ MoU અંતર્ગત MSME ઊદ્યોગ સાહસિકોના રૂ. પાંચ કરોડ સુધીના પ્રોજેકટ માટે નાણાં સહાય ઉપલબ્ધ કરાવવા માત્ર સાત દિવસ એટલે કે એક જ સપ્તાહમાં તેમજ પાંચ કરોડથી ઉપરની રકમના ઊદ્યોગ-પ્રોજેકટ માટે ર૧ દિવસમાં સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવશે.

Thursday, 19 December 2019

GUJ CM Shri Vijaybhai Rupani Inaugurated Khadhya Khorak 2019 Expo At Gandhinagar

Khadhya Khorak 2019 Expo At Gandhinagar

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરમાં ખાદ્ય-ખોરાક ૨૦૧૯ પ્રદર્શનને ખૂલ્લુ મૂકતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર, સોશિયલ સેકટર, સર્વિસ સેકટર અને એગ્રી સેકટરમાં સર્વગ્રાહી વિકાસથી અગ્રેસર છે. હવે, શુદ્ધ – હાઇજેનીક અને હેલ્ધી ફૂડ ખાદ્ય – ખોરાકથી વિશ્વમાં ગુજરાતી બ્રાન્ડ ઇમેજ ઊભી કરવાની નેમ છે.

આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, હવે સમય બદલાયો છે અને લોકોને પોતાની હેલ્થ-આરોગ્યની સતત ચિંતા છે.
એટલું જ નહિ, લોકો હેલ્ધી ફૂડ પ્રત્યે સજાગ થયા છે ત્યારે ગુજરાતની ખાન-પાન ચીજવસ્તુઓ પણ ઓર્ગેનિકથી આગળ વધીને પ્રાકૃતિક ખેત ઉત્પાદન સાથે સાત્વિક અને આરોગ્યપ્રદ બની છે.

Wednesday, 18 December 2019

CM Attended ‘Lakshachandi Mahayagna’ Organized By Patidaar Samaj In Unjha Town

Lakshachandi Mahayagna’ Organized By Patidaar Samaj

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્‍પ્‍ષ્‍ટપણે જણાવ્યું છે કે, ગુજરાતના વિકાસમાં કડવા પાટીદાર સમાજનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, પાટીદાર સમાજ પહેલાથી જ સમાજ ઉત્થાનમાં અગ્રેસર રહ્યો છે. તે જ રીતે આ મહોત્સવમાં યોજાયેલ મહાયજ્ઞમાં તમામ જ્ઞાતિના લોકોનો સમાવેશ કરીને સમાજિક સમરસતાનું પણ ઉત્કૃષ્‍ટ ઉદાહરણ પરું પાડયું છે.

ઉંઝા ખાતે યોજાઇ રહેલા લક્ષચંડી મહાયજ્ઞમાં તેમણે કહ્યું કે, આ માત્ર ઘાર્મિક કાર્યક્રમ ન બની રહેતાં સમાજિક ઉત્થાન સાથે રાષ્‍ટ્ર ઉત્થાન માટેનો કાર્યક્રમ બની રહે તે માટે કૃષિથી માંડી અવકાશ સુઘીના થીમ પેવેલિયનનું આયોજન કરવામાં આવ્યું છે. તે રીતે આ કાર્યક્રમ સમાજ ચેતનાનો કાર્યક્રમ બની રહેવાનો છે.

Monday, 16 December 2019

Chief Minister Inaugurated Two-Day Music Festival ‘Virasat’ At Patan In North Gujarat

Two-Day Music Festival ‘Virasat’ At Patan

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, પાટણ , રાણકી વાવને કારણે દુનિયાના નકશામાં ચમક્યું છે. કલા- સ્થાપત્યની આ અલભ્ય વિરાસત છે. પાટણ ખાતે દ્વિ-દિવસીય  સંગીત સમારોહના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પાટણ એ ગુજરાતની પ્રાચીન રાજધાની છે. સુવર્ણનગરી પાટણમાં રાણકી વાવની ગરિમા ઉજવવાનો આ ઉત્સવ છે. પાટણ ગુજરાતની અસ્મિતાનું પ્રતિક છે એમ તેમણે ઉમેર્યું હતુ.

રાણકીવાવ, મોઢેરા સૂર્યમંદિર, રુદ્ર-મહાલય, બિંદુ સરોવર જેવા વિવિધ સ્થાપત્યોનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ ગુર્જરધરાને મળેલા અલભ્ય સ્થાપત્યોની ભૂમિકા આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, અણહિલવાડથી શરૂ થયેલ ગુજરાતનો સમૃદ્ધ વારસો આજે વિકસીત ગુજરાતમાં પણ જળવાયો છે. તેઓએ કહ્યું કે, કચ્છનું સફેદ રણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગીરના સાવજ, સોમનાથ અને દ્વારિકાના પુરાતન મંદિર ગુજરાતની વૈવિધ્યતાનો લખલૂંટ ખજાનો છે.

Guj Cm Wishes Birthday Greetings to Dr Syedna Aali Qadr Syedna Mufaddal Saifuddin, 53rd Religious Guru of Dawoodi Bohra Community

53rd Religious Guru of Dawoodi Bohra Community

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સૂરત શહેરના દેવડી ખાતે દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂ ડૉ. સૈયદના આલીકદર મુફદલ સેફુદીન સાહેબના ૭૬માં જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે તેમના આર્શીવાદ પણ મેળવ્યા હતા. સમાજના બાવનમાં ધર્મગુરૂ ડૉ.સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબના ૧૦૯માં જન્મદિનની ઉજવણી પણ કરવામાં આવી હતી.

આ વેળાએ મુખ્યંત્રીશ્રીએ દાઉદી વ્હોરા સમાજના ૧૯૨ યુગલોના સમૂહ લગ્નોત્સવમાં નવદંપતિઓને આર્શિવાદ પાઠવી પ્રભુતામાં પગલા પાડતા નવદંપતિઓનું લગ્ન જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિમય બને તેવી શુભકામનાઓ પાઠવી હતી.

Sunday, 15 December 2019

Vice President Inaugurated Annual Winter Festival Rann Utsav-2019 In Kutch

Annual Winter Festival Rann Utsav-2019 In Kutch


Vice President M. Venkaiah Naidu during his two-day visit to Gujarat today inaugurated the annual winter festival Rann Utsav-2019 at Dhrdo village near Bhuj amidst the vast stretches of white sand in the Rann of Kutch.

He was welcomed at Dhordo by Gujarat Chief Minister Vijay Rupani, Tourism Minister Jawahar Chavda and Minister of State for Tourism Vasanbhai Ahir and a number of leaders and senior officers.

Hon. Vice president, Shri m. Venkaiah Naidu ji conferred the president’s police colours to Gujarat police at Gujarat police academy


દેશની પોલીસ માટે રાષ્ટ્રપતિશ્રીનું નિશાન એ પોલીસ દળની શ્રેષ્ઠતા અને ગૌરવનું પ્રતીક છે. આ સન્માન આજે ગુજરાત પોલીસને ઉપરાષ્ટ્રપતિશ્રી વેંકૈયા નાયડુએ ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે અર્પણ કર્યું હતું .

આ વેળાએ રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી , નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ , ગૃહરાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા અને રાજ્યના પોલીસ મહાનિર્દેશકશ્રી શિવાનંદ ઝા ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિશ્રીએ આ વેળાએ ગુજરાત પોલીસના નવા લોગોનું પણ અનાવરણ કર્યુ હતું.

પોલીસ દળ માટેનું શ્રેષ્ઠ પ્રતિક સમાન  આ નિશાન દેશના ૨૮ રાજ્યો પૈકી ગુજરાતને સાતમાં રાજ્ય તરીકે પ્રાપ્ત થયું છે. અગાઉ મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ દિલ્હી, તમિલનાડુ, ત્રિપુરા અને આસામ રાજ્યના પોલીસ દળને આ નિશાન મળી ચૂક્યા છે.  આ ગૌરવ હવે ગુજરાત પોલીસે પણ મેળવ્યું છે.

Friday, 13 December 2019

Guj Cm Shri Vijaybhai Rupani Hands Over Pension Assistance Letter To 7000 Widows In Olpad

Pension Assistance Letter To 7000 Widows In Olpad

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઓલપાડ વિધાનસભા મતવિસ્તારની સાત હજાર વિધવા બહેનોને વિધવા સહાય પેન્શન યોજના મંજુરીના હુકમોનું એકજ સ્થાનેથી વિતરણ કરતાં જણાવ્યું કે, વિધવા સહાય પેન્શન યોજનાને વિધવા બહેનોના સન્માન માટે ગંગા-સ્વરૂપ બહેનોને સહાયતા યોજના તરીકે નામકરણ કરાશે.

ઓલપાડ વિધાનસભા મતક્ષેત્રને એક જ સ્થળેથી ૭ હજાર બહેનોને વિધવા પેન્શન હુકમો એનાયત કરવા બદલ એશિયા બુક ઓફ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. મુખ્યમંત્રીશ્રીને આ અંગેનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

Thursday, 12 December 2019

CM Holds 18th State Wildlife Board Meeting under His Chairmanship In Gandhinagar


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની ૧૮મી બેઠકમાં ચાર જેટલા મહત્વપૂર્ણ નિર્ણયો વન્ય પ્રાણીઓના સંદર્ભમાં લેવામાં આવ્યા હતા.

રાજ્યમાં રેવન્યુ વિસ્તારમાં રંજાડમાં પકડાયેલા દિપડાઓને જ્યારે છોડવામાં આવે ત્યારે તેમને રેડિયો કોલર કરીને છોડવામાં આવશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય આ બેઠકમાં કરવામાં આવ્યો હતો.

આના પરિણામે આવા માનવવસ્તીને રંજાડતા દીપડાઓનું હવેથી રેડિયો કોલર દ્વારા લોકેશન ટ્રેસ કરીને તેમને પકડી લેવાની કાર્યવાહીમાં વન વિભાગને સુગમતા રહેશે.

Tuesday, 10 December 2019

GUJ CM Shri Vijaybhai Ruapni Met Maldiv Delegation at Gandhinagar


Maldiv Delegation at Gandhinagar

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની સૌજન્ય મૂલાકાત માલદીવ પ્રજાસત્તાક રાષ્ટ્રની સંસદ પીપલ્સ મજલીસના અધ્યક્ષ શ્રીયુત મોહમદ નશીદના નેતૃત્વના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં લીધી હતી.

માલદીવમાં ૮૭ સદસ્યોનું સંખ્યાબળ ધરાવતી સંસદ પીપલ્સ મજલીસના આ ઓલ પાર્ટી ડેલિગેશનની ગુજરાત મૂલાકાતનો હેતુ રાજ્યના સામુદ્રિક વેપાર વણજ, ઊદ્યોગ વિકાસ તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સ્વાયતતાના અભ્યાસનો છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ પ્રતિનિધિમંડળને ગાંધી-સરદાર-નરેન્દ્રભાઇ મોદીની ધરતી પર ઉષ્માપૂર્ણ આવકાર આપતાં કહ્યું કે, ઓલ પાર્ટી ડેલિગેશનનો આ પ્રવાસ માલદીવ- ગુજરાત બેયના પરસ્પર સંબંધોની ભૂમિકા વધુ ગાઢ બનાવશે.

Sunday, 8 December 2019

GUJ CM Shri Vijaybhai Rupani Laid Foundation Stone of Super Specialty Hospital at Bhuj

Super Specialty Hospital at Bhuj

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ છેવાડાના ગરીબ માનવીને આરોગ્યની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સરકારે નવી હેલ્થ પોલીસી બનાવી છે જેમાં જે કોઇ સંસ્થા સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલ શરૂ કરે તેમાં ૨૫ ટકા સબસીડી રાજય સરકાર દ્વારા આપવામાં આવશે. ઉપરાંત હોસ્પિટલની વ્યવસ્થા અને વ્યવસ્થિત ચલાવવા માટે પણ આર્થિક સહયોગ પ્રદાન કરશે તેમ જણાવ્યું હતું.

ભુજ ખાતે શ્રી કચ્છી લેવા પટેલ એજયુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત રૂ.૧૨૫ કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ થનાર શ્રી કે.કે.પટેલ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલના કાર્યક્રમનું ખાતમૂહૂર્ત કર્યા બાદ સંબોધી રહયાં હતાં.

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, અગાઉ મેડિકલ કોલેજોમાં ફકત ૯૦૦ સીટ હતી આજે ૫૫૦૦ સીટોનું નિર્માણ કરીને ડોકટરોની ખાધ પૂર્ણ કરવા સરકારના પ્રયત્નો ચાલુ છે ત્યારે સરકાર જે રીતે દર્દીઓને ‘‘મા અમૃતમ’’ જેવી યોજના થકી મફત સારવાર આપી રહી છે તેવી રીતે આ સંસ્થા પણ આ દિશામાં વિચારે.

Saturday, 7 December 2019

Chief Minister Felicitated Five Officers of Civil Aviation Department of Gujarat with Best Aviation Certificates

Officers of Civil Aviation Department of Gujarat

આજે ‘વર્લ્ડ એવિએશન ડે’ નિમિત્તે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફાસ્ટ્રક્ચર કો. લિમિટેડના સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાતના કુલ ૫ અધિકારીશ્રીઓને એવિએશન ડિપાર્ટમેન્ટમાં ઉમદા કામગીરી કરવા બદલ ‘બેસ્ટ એવિએશન સર્ટિફિકેટ’ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

CM appealed Citizens to Donate Generously for brave Indian Soldiers on ‘Armed Forces Flag Day’

Armed Forces Flag Day

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભારતીય સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે સુરક્ષાદળોના જવાનોની સમર્પિત ભાવનાનો ઋણસ્વીકાર કરી સૈનિક કલ્યાણ નિધિમાં આજે પોતાનો ફાળો અર્પણ કર્યો હતો.
શ્રી વિજયભાઇ રૂપાણીએ દેશની સુરક્ષા સાચવતા ફરજપરસ્ત જવાનો પ્રત્યે કૃતજ્ઞતા પણ આ વેળાએ વ્યકત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ સૌ નાગરિક ભાઇ-બહેનોને પણ સૈનિક કલ્યાણ નિધિમાં ઉદાર હાથે ફાળો આપવાની અપિલ કરી હતી.

તેમણે કહ્યું કેઆપણી સીમાઓ સાચવતા આ વીર જવાનો પડકારોવિપદાઓ અને વિકટ સ્થિતીમાં પણ અડગ રહીને પોતાના પ્રાણની પરવા કર્યા વિના રાષ્ટ્ર રક્ષા કરે છે.

Friday, 6 December 2019

Bank of America Opened Global Business Services Centre at Gift City In Gandhinagar

Bank of America

આ ક્ષેત્ર આવનારા દિવસોમાં અંદાજે ૧ લાખ યુવાનોને રોજગાર અવસર પૂરા પાડશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રી બેંક ઓફ અમેરિકાના ગિફ્ટ સિટીમાં શરૂ થયેલા ગ્લોબલ બિઝનેસ સર્વિસિસ સેન્ટરના પ્રારંભ અવસરે સંબોધન કરી રહ્યાં હતાં.

શ્રી વિજયભાઈ રૂપાણીએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાતના બિઝનેસ ફ્રેન્ડલી એન્વાયર્મેન્ટ અને ગિફ્ટ સિટીની ઇકોસિસ્ટમને સુસંગત બેંક ઓફ અમેરિકાનું આ નવું કાર્યરત થઈ રહેલું ગ્લોબલ ડિલિવરી સેન્ટર ઉત્કૃષ્ટ સેવાઓ પ્રદાન કરશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના બ્રેઇન ચાઇલ્ડ સમાન આ ગિફ્ટ સિટી માત્ર ફાયનાન્સિયલ હબ કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન નહીં પરંતુ ડેલ ગ્રીન ફિલ્ડ સ્માર્ટસિટીનું પણ શાનદાર ઉદાહરણ બન્યું છે તેમ જણાવ્યું હતું.

Thursday, 5 December 2019

GUJ CM along with GUJ Governor marked his Presence In a Week-Long Workshop Under The ‘Subhash Palekar Organic Farming’ Organized at Vadtal

Subhash Palekar Organic Farming Organized at Vadtal

ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને પ્રાકૃતિક કૃષિના પ્રણેતા પદ્મશ્રી  સુભાષ પાલેકરજી અને અન્‍ય મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ સાપ્‍તાહિક તાલીમ શિબિરના ઉદૃઘાટન સમારોહ જણાવ્‍યું હતું કે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમમાં  કિસાનોની ઉપસ્‍થિતિ અને કિસાનોની ઉત્‍સુકતાના દર્શનથી જ કહી શકીએ કે ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નવો જ અધ્‍યાય શરૂ થઇ રહ્યો છે.

રાજ્યપાલશ્રીએ પોતાના કિસાન તરીકેના સ્‍વાનુભાવને દોહરાવતા જણાવ્‍યું હતું કે, રાસાયણિક ખેતીને કારણે જળ-જમીન-વાતાવરણથી માંડીને ખાદ્યાન્‍ન દુષિત થઇ ગયા છે. અસાધ્‍ય રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. ખાન-પાનના દોષનું આ પરીણામ છે. તેમણે એમ પણ જણાવ્‍યું હતું કે, ધરતી ઉપર માનવ અસ્‍તિત્‍વની સાથે કૃષિની શરૂઆત થઇ ત્‍યારથી કોઇ રાસાયણિક ખેતી કરતું ન હતું. રસાયણો વિના કૃષિ થાય નહીં એવો ભ્રમ હવે ભાંગવો પડશે.

Tuesday, 3 December 2019

CM Launched state-wide Rs. 200-Cr Children Vaccination Project ‘Mission Indradhanush 2.0’

Children Vaccination Project Mission Indradhanush 2.0

મુખ્મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યવ્યાપી સઘન રસીકરણ ઝુંબેશ મિશન ઇન્દ્રધનુષ ૨.૦ નો અમદાવાદથી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન ભાઈ પટેલની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવતા સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, દેશના વિકાસની બુનિયાદ વધુ સંગીન બનાવવા આવનારી પેઢી સમાન બાળકો સ્વસ્થ તંદુરસ્ત નિરોગી હોય તે આવશ્યક છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આ બાળકો ભવિષ્યની ઍસેટ બની રહે અને સ્વસ્થ સમાજનું નિર્માણ થાય તેવી આ મિશન ઇન્દ્રધનુષ ૨.૦ની નેમ છે.

તેમણે કહ્યુ કે, રાજ્ય સરકાર ૨૦૦ કરોડના ખર્ચે આ રસીકરણ અભિયાન ચલાવીને રાજ્યનું એક પણ બાળક રોગપ્રતિકારક રસીથી વંચિત ન રહી જાય તેની પૂરતી તકેદારી રાખી મહોલ્લે-મહોલ્લે રસીકરણ બુથ ઊભા કરી પ્રત્યેક બાળકને નિરોગી અને રોગ પ્રતિકારક શકિતવાળું બનાવવા પ્રતિબદ્ધ છે.

Sunday, 1 December 2019

Cm Inaugurated ‘Tej-Trusha Talent Hunt -2019’, and ‘Gurukool Model Leaner Support Centre’ at Dr. Babasaheb Ambedkar Open University

GURUKOOL MODEL LEANER SUPPORT CENTRE

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી જણાવ્યું છે કે, જે લોકોને જ્ઞાન પ્રાપ્ત કરવું છે પણ દરરોજ કોલેજમાં જઇને ક્લાસ અટેન્ડ નથી કરી શકતા. આવા લોકો ઘરે બેસીને અભ્યાસ કરીને પોતાની ડિગ્રી પ્રાપ્ત કરી શકે તે માટે ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપનાથી ઘરે બેઠા અભ્યાસ સુવિધા પૂરી પાડવા કરવામાં આવી છે.

શ્રી વિજયભાઈ રૂપાણીએ આ સંદર્ભમાં કહ્યું કે, આ યુનિવર્સિટી ગુજરાતના છેવાડાના વિસ્તારમાં રહેતા શિક્ષણથી માટે ઉત્સુક જનસમૂહ, અભાવગ્રસ્ત સમૂહ, તથા અભ્યાસ વિષયમાં રસરુચિ ધરાવતા વ્યક્તિઓ તેમના ઘર આંગણે જ્ઞાન અને પ્રમાણપત્ર બંને મેળવી શકે તે હેતુથી નવા પ્રકલ્પો શરૂ કરવા સતત પ્રયત્નરત છે તે અભિનંદન ને પાત્ર છે.

Tuesday, 26 November 2019

GUJ CM Unveiled a Statue of Gandhiji at the School for Deaf-Mutes Society at Ahmedabad


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, આપણા બંધારણમાં સર્વને સમાન તકની ભાવના અતૂટપણે જોડાયેલી છે. પૂજ્ય ગાંધી બાપુ પણ સર્વ સમાજના ઉત્કર્ષના આગ્રહી હતા ત્યારે આપણે તેમના વિચારોને મૂર્તિમંત કરી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવીએ તે સમયની માંગ છે.

અમદાવાદ સ્થિત બહેરા-મુંગા શાળા સોસાયટી સંકુલમાં મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજ્યંતિના ઉપલક્ષ્યમાં પૂજ્ય બાપુની પ્રતિમાનું મુખ્યમંત્રીશ્રીએ અનાવરણ કર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય વ્યકિત કરતાં પણ વધુ શકિત-સામર્થ્ય દિવ્યાંગજનોમાં ઇશ્વરે મુકયા છે ત્યારે આવા દિવ્યાંગોને પણ અન્ય સમાજ વર્ગ જેટલી તકો મળવી જોઇએ.

Governor and CM Mark Their Presence at The Celebrations of Constitution Day at Gujarat High Court

The Celebrations of Constitution Day at Gujarat High Court

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિનું ચિંતન: સહિષ્ણુતા-સહઅસ્તિત્વ અને સર્વકલ્યાણનું મૂળ ધર્મ બંધારણમાં સચવાયો છે, જેના કારણે ભારતનું બંધારણ વિશ્વશ્રેષ્ઠ છે.

રાજ્યપાલશ્રીએ દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું કે, ન્યાય માતૃભાષામાં મળવો જોઈએ જેથી સામાન્ય લોકોને ન્યાય પ્રક્રીયાની સંપૂર્ણ જાણકારી મળે.

રાજ્યપાલશ્રીએ ભારતના સંવિધાનને રાજધર્મ ગણાવી જણાવ્યું હતું કે, સંવિધાનમાં સહિષ્ણુતા સૌથી મહત્વની બાબત છે. સમાજમાં ભાઇચારો, એકતા, રાષ્ટ્રપ્રતિ સમર્પણનો ભાવ સંવિધાનનો આધાર છે. આ આધાર ભારતીય સંસ્કૃતિથી જોડાયેલો છે.

Monday, 25 November 2019

GUJ CM Shri Vijaybhai Rupani attended Diwali Sneh-Milan Prog. organized by Gujarat Chambers of Commerce and Industry

Gujarat Chambers of Commerce and Industry

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં વેપાર-ઉદ્યોગ જગત માટે સમયાનુકૂલ અને તાત્કાલિક નિર્ણયો લઇ મોકળાશનાં વાતાવરણનું સર્જન કર્યું છે તેના સથવારે ગુજરાતનો વિકાસ હજુ વધુ ઉંચાાઇ સુધી લઇ જવો છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાત પાસે જરૂરી માળખું છે, જરૂરી સ્ત્રોતો ઉપલબ્ધ છે, તે સાથે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસના સકારાત્મક નિર્ણયોથી ગુજરાત ઉદ્યોગ ક્ષેત્રે અગ્રેસર છે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, પહેલાં પરમીશન લેવામાં આવતી હતી પછી પ્રોડક્શન થતું હતું. પરંતુ રાજ્ય સરકારના પ્રો-એક્ટીવ અભિગમથી પ્રોડકશન શરૂ કર્યા બાદ પરમીનશ લે તેવી કાર્યપ્રણાલી વિકસાવી છે.

GUJ CM Launched The Annual ‘School Health Program’ Under National Child Health Program from Gandhinagar


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યવ્યાપી શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતને સર્વાંગી વિકાસના શિખરો સર કરાવવા ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ સાથે સોશિયલ સેકટરમાં આરોગ્ય, શિક્ષણ સહિત વિશેષ ધ્યાન આ સરકારે કેન્દ્રીત કર્યુ છે.

આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, આવતીકાલના નાગરિક સમા બાળકોની તંદુરસ્તી અને સુખાકારી માટે સંપૂર્ણ આરોગ્ય ચકાસણીનો આ અભિગમ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ અને હેપીનેસ ઇન્ડેક્ષમાં વધારો કરવાનો સંવેદનાપૂર્ણ સફળ અભિગમ છે.

Uzbekistan Delegation is on 3-Day visit to Gujarat to Study State’s Preparedness on Security, Safety, and Crime Solutions


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે ઉઝબેકિસ્તાનના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ ધ એડમીનીસ્ટ્રેશન ઓફ ધ પ્રેસિડેન્ટ ઓફ ઉઝબેકિસ્તાન શ્રીયુત એસ. ગોરડીવે ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ગાંધીનગરમાં મૂલાકાત બેઠક યોજી હતી.

શ્રીયુત ગોરડીવેના નેતૃત્વ હેઠળનું ઉઝબેકિસ્તાન પ્રતિનિધિમંડળ ગુજરાતમાં ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી, સાઇબર ક્રાઇમ સિસ્ટમ, પોલીસ અકાદમી કરાઇ અને રક્ષાશકિત યુનિવર્સિટી તથા વિશ્વાસ-કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ જેવી સુરક્ષા વિષયક બાબતોના અભ્યાસ માટે ત્રિદિવસીય મૂલાકાતે આવેલું છે.

મુખ્યમંત્રીશ્રીએ ગત ઓકટોબર-ર૦૧૯માં તેમની ઉઝબેકિસ્તાન મૂલાકાત દરમ્યાન ગુજરાત-ઉઝબેકિસ્તાન વચ્ચે સુરક્ષા-સિકયોરિટી સહિતના વિવિધ ક્ષેત્રોમાં આપસી આદાન-પ્રદાન સમજૂતિ અંગે જે ફ્રેમવર્ક તૈયાર કરેલું તે સંદર્ભમાં આ પ્રતિનિધિમંડળ ગુજરાત આવ્યું છે.

Sunday, 24 November 2019

Gujarat Chief Minister Issued property cards at a function, to benefit 3,500

Issued property cards at a function

Gujarat Chief Minister Vijay Rupani issued approval letters and property cards regularizing proposed societies at a function organized by Ahmedabad District Revenue Administration at the Chandraprasad Desai Hall at Bapunagar here today.

Speaking on the occasion, he reiterated his government’s commitment to serve and solve the problems of the poor, have-nots and middle-class, if necessary by changing the rules, needed in a democracy to let the people realize that the government is with them and takes fast decisions.

Saturday, 23 November 2019

GUJ CM Shri Vijaybhai Rupani dedicated various development works at Junagadh


મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જૂનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના રૂ. ૯૮ કરોડના ખર્ચે બનનાર નવા આધુનિક ભવન અને વિભાગોના બાંધકામોના વિકાસ કામોનું ખાતમુહૂર્ત સહિત કુલ રૂ. ૧૭૦ કરોડના પ્રકલ્પોની ભેટ આપતા જણાવ્યુ હતુ કે, જૂનાગઢને વિશ્વના પ્રવાસન નકશામાં અંકિત કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે. મુખ્યમંત્રીશ્રીએ જૂનાગઢને હેરીટેજ અને સ્માર્ટ સીટી તરીકે ઓળખ આપવાની પ્રતીબદ્ધતા વ્યક્ત કરી ઉપરકોટ, ગિરનાર, મકબરા, સાસણ અને ઇન્દ્રેશ્વરથી લઇને ગિરનાર સુધીના તિર્થ સ્થળોના યાત્રિકોલક્ષી વિકાસ કાર્યોની પણ રૂપરેખા આપી હતી. જૂનાગઢની બહાઉદ્દીન કોલેજના મેદાનમાં સભાને સંબોધતા મુખ્યમંત્રીશ્રીની આ વાતને લોકોએ વધાવી લીધી હતી.

મુખ્યમંત્રીશ્રીએ જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા વિવિધ પ્રકલ્પો બદલ બંને સંસ્થાના પદાધિકારીઓ અને અધિકારીઓ સહિત સમગ્ર ટીમને અભિનંદન આપી કહ્યુ કે, જૂનાગઢ માટે રાજ્ય સરકાર જોઇએ તેટલુ ફંડ આપશે.

Under Leadership of Chief Minister, Gujarat makes another initiative towards ‘Ease of Doing Business’


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં નાગરિકો-વેપાર ઊદ્યોગોને વધુમાં વધુ સેવાઓ ઝડપી-સરળ અને ઓનલાઇન મળી રહે તેવા અભિગમ સાથે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ ક્ષેત્રે વધુ એક પહેલ સાકાર કરી છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ વિદ્યુત શુલ્ક માફીની કામગીરીમાં પારદર્શીતાના ઉદાત ભાવ સાથે ઓનલાઇન પોર્ટલ લોન્ચ કર્યુ છે. આ પોર્ટલમાં રાજ્યના ઊદ્યોગ એકમોની વિદ્યુત શુલ્ક માફી અરજીઓ ઓનલાઇન મંજૂર કરવામાં આવશે.

ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે આ નવિન પોર્ટલની વિશેષતાઓ સાથેની સંપૂર્ણ વિગતો આપતાં કહ્યું કે, ઓનલાઇન અરજી મંજૂર કરવાના આ પ્રોજેકટ અંતર્ગત તા. ર૧ નવેમ્બરથી સમગ્ર રાજ્યમાં ઊદ્યોગકારો માટે વિદ્યુત શુલ્ક માફી અરજીઓ માટે ઓનલાઇન સુવિધાનો અમલ કરાશે

Friday, 22 November 2019

GUJ CM Inaugurated ‘Revolution In Revenue’ Program organized by the Revenue Dept

Revolution In Revenue’ Program

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં સમગ્ર મહેસૂલી સેવાઓને ઇઝ ઓફ રેવન્યુ સર્વિસીસના ટેકનોલોજી છત્ર તળે કાર્યરત કરવાના ગૌરવશાળી સમારોહમાં સ્પષ્ટ મત વ્યકત કર્યો કે ટેકનોલોજી સાથે વ્યવસ્થા જોડીને ગુજરાતના મહેસૂલ વિભાગે અશકયને શકય બનાવ્યું છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વહિવટનો મુખ્ય આધાર મહેસૂલ તંત્ર છે. મહેસૂલી પ્રક્રિયા લોકહિત માટે હોય છે. લોકો કાયદાથી ત્રાહિમામ ન થાય પરંતુ કાયદાને માન-સન્માન આપે તેવું સરળીકરણ ટેકનોલોજીયુકત વ્યવસ્થાઓથી લાવવામાં ગુજરાતે દેશનું દિશાદર્શન કર્યુ છે.

મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આયોજિત ‘મહેસૂલમાં ક્રાંતિ’ માર્ગદર્શક કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા.

GUJ CM Shri Vijaybhai Rupani attended Gandhi Sankalp Yatra Samapan Prog. at Gandhinagar

Sankalp Yatra Samapan Prog

પ્રેરણાથી દેશભરમાં મહાત્મા ગાંધી સંકલ્પ યાત્રા યોજવાનો કાર્યક્રમ બનાવવામાં આવ્યો હતો.

કેન્દ્રિય કૃષિમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગાંધીના વિચારોને નવી પેઢી સુધી લઇ જવાનો નરેન્દ્રભાઇનો સંકલ્પ રહ્યો છે. ત્યારે શ્રી અમિતભાઇના સંસદિય ક્ષેત્રમાં આયોજીત મહાત્મા ગાંધી સંકલ્પ યાત્રાનું આજે ગાંધી આશ્રમ ખાતે સમાપન થયું હતું. આજનો આ અવસર મારા જીવન માટે એક સૌભાગ્ય જેવો છે.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, દેશના વિકાસમાં જે  મહાપુરુષોનું યોગદાન રહ્યું છે. એ મહાપુરુષોના વિચારો સમાજ જીવનમાં પ્રસરે અને તેમના મૂલ્યોનું જતન થાય તે ઉદ્દેશ સાથે મહાત્મા ગાંધી જેવા મહાપુરુષોને શ્રદ્ધાંજલિ આપવા ૧૫૦મી જન્મ જયંતિના ભાગરૂપે ગાંધી સંકલ્પ યાત્રા યોજવામાં આવી હતી.

Saturday, 16 November 2019

Inauguration of ‘6th national summit on good & replicable practices & innovations in public healthcare systems in India’

6th national summit on good & replicable practices & innovations

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ​​ગાંધીનગરના મહાત્મા મંદિર સંકુલમાં આરોગ્ય ક્ષેત્રે રાષ્ટ્રીય સમિટનું ઉદ્ઘાટન ભારત સરકારના આરોગ્ય મંત્રી ડો. હર્ષ વર્ધન અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં કર્યું હતું.

ગુડ એન્ડ રેપ્લીકેબલ પ્રેકટીસીસ એન્ડ ઇનોવેશન ઇન પબ્લીક હેલ્થ સીસ્ટમ વિષયક છઠ્ઠી રાષ્ટ્રિય પરિષદમાં ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય અને પરિવાર કલ્યાણ સચિવ સહિત વરિષ્ઠ અધિકારીઓ આ સમિટના સહભાગી બન્યા છે.

મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીએ આ સમિટમાં તેમના પ્રેરણાદાયી વિચારો વ્યકત કરતાં કહ્યું કે ગુજરાતનું સૌભાગ્ય એ છે કે આજે આ સમિટ દ્વારા પૂજ્ય બાપુના સ્વચ્છતા અને આરોગ્યના વિચારને મૂર્તિમંત કરવાની તક મળી છે. આ સમિટમાં આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા દેશના તમામ રાજ્યોની શ્રેષ્ઠ પ્રથાઓનું પરસ્પર વિનિમય થશે. આ સમિટ વડાપ્રધાનની સંકલ્પના મુજબના સ્વચ્છ, સ્વસ્થ અને સમૃદ્ધ ભારતના નિર્માણમાં ઉપયુકત બનશે.

Thursday, 14 November 2019

GUJ CM Inaugurated ‘8th Ahmedabad National Book Fair’ In Ahmedabad

8th Ahmedabad National Book Fair

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, પુસ્તકો નિઃસ્વાર્થ ભાવે માનવીના આજીવન મિત્ર બની રહે છે. મિત્રો તો સ્વાર્થી હોઇ શકે પરંતુ પુસ્તક માનવીને હરહંમેશ જીવન જીવવાની નવી પ્રેરણા અને ઉર્જા આપવા સાથે માનવજીવનને ઉર્ધ્વગામી બનાવે છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આજના સોશિયલ મિડીયા, ઇ-બુક્સ અને ઇન્ટરનેટ-વેબસાઇટના યુગ માં પણ પુસ્તકોનો સાથ ન છૂટવો જોઇએ.

મુખ્યમંત્રીશ્રીએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સતત ૮માં વર્ષે આયોજિત અમદાવાદ નેશનલ બુક ફેરનો શુભારંભ કરાવતાં કહ્યું કે, પરમાત્માનું સરનામુ આત્મા અને હ્દય છે તો સંસ્કૃતિનું સરનામુ પુસ્તક છે.

શ્રી વિજયભાઇએ આ પુસ્તક મેળા સાથે પુસ્તક પરબ, કવિ સંમેલનો, સાહિત્ય ગોષ્ઠી જેવા ઉપક્રમોથી  હોલીસ્ટીક લીટરેચર ફેસ્ટિવલનો લાભ શહેરીજનોને મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

Wednesday, 13 November 2019

Chief Minister laid stone of works Worth Rs.299.44-Crore at Rajkot



મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ ખાતે રૂ. ૨૯૯.૪૪ કરોડના વિકાસકામોના શ્રીગણેશ કરાવ્યા હતા, અને શહેરીજનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ શહેરીજનોને અભયવચન આપતાં કહયું હતું કે, પૈસાના અભાવે રાજયના એક પણ વિકાસ કામ અટકશે નહિં.

રાજકોટ ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજય સરકારની દૂરંદેશિતા પ્રગટ કરતાં જણાવ્યું હતું કે, સરકાર આગામી ૩૦ વર્ષોના આગોતરા આયોજન સાથે કામ કરી રહી છે, જેથી રાજયના નાગરિકોને સુવિધાસભર જીવન આપી શકાય, અને રાજયનો સુખાકારી સૂચકાંક(હેપ્પીનેસ ઇન્ડેકસ) ઉચ્ચતમ શિખરો સર કરી શકે.

Tuesday, 12 November 2019

To Strengthen Relationship with Gujarat, Uzbekistan’s Ambassador Holds Meeting with CM

Uzbekistan’s Ambassador Holds Meeting with GUJ CM

આ સંદર્ભમાં ઉઝબેકિસ્તાનના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત ફરહોદ અર્ઝીવે ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી સાથે મૂલાકાત – બેઠક યોજીને આ આપસી સમજૂતિ કરારને પ્રગતિની દિશામાં ઝડપભેર આગળ વધારવા ફળદાયી પરામર્શ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રી સાથેની વાતચીતમાં ઉઝબેકિસ્તાન રાજદૂતે જણાવ્યું કે, ગુજરાત ડેલિગેશનના ઉઝબેકિસ્તાન પ્રવાસ દરમ્યાન થયેલા MoU અને બેઠકોની ચર્ચાઓને નક્કર રૂપ આપવાના હેતુથી ઉઝબેકિસ્તાન રાષ્ટ્રપતિ શ્રીયુત શવકત મિરીઝીયોવેવ એ તેમના વિદેશ વેપાર મંત્રી, ઇનોવેશન મંત્રી તથા વિવિધ વિભાગોના ડેપ્યુટી મિનીસ્ટર્સ અને ડેપ્યુટી ગર્વનર્સ તેમજ વેપાર ઊદ્યોગ મંડળના પ્રતિનિધિઓને તાશ્કંદ સ્થિત ભારતીય રાજદૂત સાથે બેઠક કરવા સુચવ્યું હતું.

આ બેઠકમાં ઉઝબેકિસ્તાન – ગુજરાત વચ્ચેના પરસ્પર સંબંધો વધુ સુદ્રઢ કરવા અને થયેલા MoU સાકાર કરવા ત્રણ એકશન પ્લાન ઘડી કાઢવામાં આવ્યા હતા.

Monday, 11 November 2019

GUJ CM Shri Vijaybhai Rupani Launched an online Registration Portal for New MSME Units

online Registration Portal for New MSME Units

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં MSME એકમોને સ્થાપનામાં પારદર્શીતા લાવવાની સંકલ્પબદ્ધતા સાથે ઓનલાઇન રજીસ્ટ્રેશન પોર્ટલ લોંચ કર્યુ છે.

તેમણે આ પોર્ટલમાં આવેલ પ્રથમ અરજી મંજૂરી કરી સ્વીકૃતિ પ્રમાણપત્ર પણ ઇ-મેઇલથી ઇસ્યુ કરીને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની નવી પહેલ રાજ્યમાં સાકાર કરી છે.

રાજ્ય સરકારે ગત તારીખ ૩ ઓકટોબરે MSME એકમોને સ્થાપના-સંચાલન માટે રાજ્યના કાયદા-નિયમોની જરૂરી વિવિધ મંજૂરીઓ એપ્રુવલ્લ લેવામાંથી ૩ વર્ષ સુધી મુકિત આપવાનો નિર્ણય કરેલો છે.

તદ્દઅનુસાર, MSME શરૂ કરવા ઇચ્છનાર કોઇપણ લઘુ ઊદ્યોગકાર-ઊદ્યોગ સાહસિક તેને જરૂરી જમીન ખરીદી પણ રાજ્યના કોઇપણ વિભાગની પૂર્વમંજૂરી મેળવ્યા સિવાય કરી શકે છે.

Saturday, 9 November 2019

Guj CM Vijay Rupani Inaugurated The 7th Akhil Bharatiya Rashtriya Shaikshik Mahasangh (ABRSM) at The Ganpat University.

The 7th Akhil Bharatiya Rashtriya Shaikshik Mahasangh (ABRSM)



મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આપણી માન્યતા, સાંસ્કૃતિક  ધરોહર અને દેશની આવશ્યકતાના આધાર પર પ્રાથમિકથી લઇને ઉચ્ચ શિક્ષા પ્રણાલિથી જ રાષ્ટ્રનિર્માણ માટે સજ્જ થઇ શકાશે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, દેશ હવે બદલાઇ રહ્યો છે અને સમગ્ર વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધી રહી છે. આવનારી ચૂનૌતીઓના મૂકાબલા માટે રાષ્ટ્રવાદ રાષ્ટ્રનિર્માણ ભાવ જગાવી આ દેશનું નેતૃત્વ જનજનમાં સામર્થ્ય ઊજાગર કરી રહ્યું છે.

મુખ્યમંત્રીશ્રી અખિલ ભારતીય રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘના ૭માં ત્રિદિવસીય અધિવેશનનો ગણપત યુનિવર્સિટીમાં પ્રારંભ કરાવતા સંબોધન કરી રહ્યા હતા.

શ્રી વિજયભાઇ રૂપાણીએ શિક્ષા અને સંસ્કાર એકબીજા સાથે જોડાયેલા છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરતાં કહ્યું કે, શિક્ષા-દિક્ષા આપણી પરંપરા છે. માત્ર શિક્ષિત નહિ, દિક્ષીત પેઢી, રાષ્ટ્રચેતના સભર પેઢી જે દેશ માટે જીવી જાણે દેશ માટે મરી જાણે તેવી પેઢીનું નિર્માણ કરવામાં શૈક્ષિક મહાસંઘના આવા સફળ પ્રયાસો ‘‘રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ’’ છે.