મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં સમગ્ર મહેસૂલી સેવાઓને ઇઝ ઓફ રેવન્યુ સર્વિસીસના ટેકનોલોજી છત્ર તળે કાર્યરત કરવાના ગૌરવશાળી સમારોહમાં સ્પષ્ટ મત વ્યકત કર્યો કે ટેકનોલોજી સાથે વ્યવસ્થા જોડીને ગુજરાતના મહેસૂલ વિભાગે અશકયને શકય બનાવ્યું છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વહિવટનો મુખ્ય આધાર મહેસૂલ તંત્ર છે. મહેસૂલી પ્રક્રિયા લોકહિત માટે હોય છે. લોકો કાયદાથી ત્રાહિમામ ન થાય પરંતુ કાયદાને માન-સન્માન આપે તેવું સરળીકરણ ટેકનોલોજીયુકત વ્યવસ્થાઓથી લાવવામાં ગુજરાતે દેશનું દિશાદર્શન કર્યુ છે.
મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આયોજિત ‘મહેસૂલમાં ક્રાંતિ’ માર્ગદર્શક કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા.
0 comments:
Post a Comment