રાજ્યના MSME ઊદ્યોગ સાહસિકોને સરળતાએ નાણાં ઊદ્યોગ સ્થાપના માટે મળી રહે તેવી પહેલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં સાકાર થઇ છે. મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના ઊદ્યોગ વિભાગે રાષ્ટ્રીયકૃત બેન્ક બેન્ક ઓફ બરોડા સાથે આ અંગેના મહત્વપૂર્ણ MoU સંપન્ન કર્યા છે. હવે જે નવા ઊદ્યોગ સાહસિકો ગુજરાતમાં MSME એકમો સ્થાપવા માંગે છે તેમને સમયમર્યાદામાં અને જરૂરિયાત મુજબ નાણાં સંશાધનો મળી રહેશે.
આ MoU પર ગુજરાત સરકાર વતી ઊદ્યોગ અગ્ર સચિવ અને મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ અને બેન્ક ઓફ બરોડા વતી બેન્કના એકઝીકયુટીવ ડિરેકટર શ્રી વિક્રમાદિત્યસિંહ ખિંચીએ હસ્તાક્ષર કર્યા હતા. આ MoU અંતર્ગત MSME ઊદ્યોગ સાહસિકોના રૂ. પાંચ કરોડ સુધીના પ્રોજેકટ માટે નાણાં સહાય ઉપલબ્ધ કરાવવા માત્ર સાત દિવસ એટલે કે એક જ સપ્તાહમાં તેમજ પાંચ કરોડથી ઉપરની રકમના ઊદ્યોગ-પ્રોજેકટ માટે ર૧ દિવસમાં સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવશે.
0 comments:
Post a Comment