મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજિત રૂ.૧૦૧૧ કરોડના ખર્ચે ખારીકટ કેનાલનું નવીનીકરણ તથા વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોના ઇ-ખાતમુહૂર્ત પ્રસંગે જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારોની વચ્ચે અમદાવાદના શહેરીજનોને રૂ.૧૦૧૧ કરોડના વિકાસ કાર્યોની ભેટ મળી છે. તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં વિકાસ કામો માટે પૈસાની તંગી નહીં પડવા દઈએ અને વિકાસના કામો સતત ચાલતા રહેશે એમ મુખ્યમંત્રીશ્રી એ વધુમાં ઉમેર્યું હતું.
શ્રી ભૂપેન્દ્ર પટેલે ખારીકટ કેનાલનું નવીનીકરણ અંગેની વાત કરતા કહ્યું કે, અમદાવાદના પૂર્વ વિસ્તારના લોકોને મોટો લાભ મળ્યો છે. રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૫૪૪ કરોડના ખર્ચે ખારીકટ કેનાલના વિકાસનું અભૂતપૂર્વ સુદ્ઢ આયોજન કરવામાં આવ્યું છે. આમ, સરકારના પ્રયાસોના પરિણામે અમદાવાદના નાગરિકોના ઈઝ ઓફ લિવિંગમાં સતત વધારો થઈ રહ્યો છે એમ મુખ્ય મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું
ગુજરાતીમાં વધુ વાંચો: રાજ્ય સરકાર દ્વારા ખારીકટ કેનાલના વિકાસનું અભૂતપૂર્વ સુદ્ઢ આયોજન
0 comments:
Post a Comment