આ ક્ષેત્ર આવનારા દિવસોમાં અંદાજે ૧ લાખ યુવાનોને રોજગાર અવસર પૂરા પાડશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી બેંક ઓફ અમેરિકાના ગિફ્ટ સિટીમાં શરૂ થયેલા ગ્લોબલ બિઝનેસ સર્વિસિસ સેન્ટરના પ્રારંભ અવસરે સંબોધન કરી રહ્યાં હતાં.
શ્રી વિજયભાઈ રૂપાણીએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાતના બિઝનેસ ફ્રેન્ડલી એન્વાયર્મેન્ટ અને ગિફ્ટ સિટીની ઇકોસિસ્ટમને સુસંગત બેંક ઓફ અમેરિકાનું આ નવું કાર્યરત થઈ રહેલું ગ્લોબલ ડિલિવરી સેન્ટર ઉત્કૃષ્ટ સેવાઓ પ્રદાન કરશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના બ્રેઇન ચાઇલ્ડ સમાન આ ગિફ્ટ સિટી માત્ર ફાયનાન્સિયલ હબ કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન નહીં પરંતુ ડેલ ગ્રીન ફિલ્ડ સ્માર્ટસિટીનું પણ શાનદાર ઉદાહરણ બન્યું છે તેમ જણાવ્યું હતું.
0 comments:
Post a Comment