મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયી દેશને સ્વરાજ્યથી સુરાજ્યની દિશામાં લઈ ગયા. એટલે જ એમનો જન્મ દિવસ દેશભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવાય છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ મહાનગરપાલિકાના સ્થાયી અધ્યક્ષ, મેયર તરીકેના દિવસોને યાદ કરતાં જણાવ્યું કે, કોંગ્રેસ શાસનના એ દિવસોમાં ભ્રષ્ટાચારે રાજ્યની તિજોરીને ભરડો લીધો હતો એના લીધે રાજ્યની તિજોરીમાં છીંડા પડી ગયા હતા. એટલે રાજ્ય સરકાર વિકાસ કામો માટે ફૂટી કોડી આપી શકતી ન હતી. તે પછી હાલના પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ એમની હું ખાતો નથી અને ખાવા દેતો નથીની નીતિનો મજબૂત અમલ કરીને ભ્રષ્ટાચાર મુક્ત શાસનની ગુજરાતને ભેટ આપી. તેના પગલે આજે દર ત્રણ કે છ મહિને નગરપાલિકાઓ કરોડો રૂપિયાની કિંમતના વિકાસ કામોના
વિકાસ પર્વો યોજી શકે છે. એમની નીતિઓના લીધે આજે રૂપિયાના ખર્ચ સામે સવા રૂપિયાનું વળતર મળતું થયું છે.
વધુ વાંચો ગુજરાતીમાં: અટલજીએ સ્વરાજ્યમાંથી સુરાજ્ય અને સુશાસનની દેશમાં શરૂઆત કરી - મુખ્યમંત્રીશ્રીએ અટલજીને આપી આદરસભર અંજલિ
0 comments:
Post a Comment