મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરના મહાત્મા મંદિર સંકુલમાં આરોગ્ય ક્ષેત્રે રાષ્ટ્રીય સમિટનું ઉદ્ઘાટન ભારત સરકારના આરોગ્ય મંત્રી ડો. હર્ષ વર્ધન અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં કર્યું હતું.
ગુડ એન્ડ રેપ્લીકેબલ પ્રેકટીસીસ એન્ડ ઇનોવેશન ઇન પબ્લીક હેલ્થ સીસ્ટમ વિષયક છઠ્ઠી રાષ્ટ્રિય પરિષદમાં ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય અને પરિવાર કલ્યાણ સચિવ સહિત વરિષ્ઠ અધિકારીઓ આ સમિટના સહભાગી બન્યા છે.
મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીએ આ સમિટમાં તેમના પ્રેરણાદાયી વિચારો વ્યકત કરતાં કહ્યું કે ગુજરાતનું સૌભાગ્ય એ છે કે આજે આ સમિટ દ્વારા પૂજ્ય બાપુના સ્વચ્છતા અને આરોગ્યના વિચારને મૂર્તિમંત કરવાની તક મળી છે. આ સમિટમાં આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા દેશના તમામ રાજ્યોની શ્રેષ્ઠ પ્રથાઓનું પરસ્પર વિનિમય થશે. આ સમિટ વડાપ્રધાનની સંકલ્પના મુજબના સ્વચ્છ, સ્વસ્થ અને સમૃદ્ધ ભારતના નિર્માણમાં ઉપયુકત બનશે.
0 comments:
Post a Comment