Sunday, 14 November 2021

07th Edition of Seva Setu


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકો-પ્રજાજનોની વ્યક્તિલક્ષી રજૂઆતોના નિવારણ તેમજ સામાન્ય માનવીને ઘર આંગણે જ વિવિધ યોજનાકીય લાભ પહોચાડવાનો જનહિત અભિગમ ‘સેવા સેતુ’થી અપનાવ્યો છે.

રાજ્યમાં આ સેવા સેતુના સાતમા તબક્કાનો પ્રારંભ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં તા.રર ઓકટોબર-ર૦ર૧થી થયો છે અને આગામી તા.પ જાન્યુઆરી-ર૦રર સુધીમાં ગ્રામ્ય વિસ્તારોમાં ર૧પ૩ અને શહેરી ક્ષેત્રોમાં ૩પ૪ મળી કુલ રપ૦૭ સેવા સેતુ યોજવાનું રાજ્ય સરકારનું આયોજન છે.

સેવા સેતુના આ સાતમા તબક્કામાં તા.૧૪ નવેમ્બર-ર૦ર૧ સુધીમાં ગ્રામીણ વિસ્તારોના ૭૫૦ અને શહેરી ક્ષેત્રોમાં ૮૮ મળી ૮૩૮ સેવા સેતુના માધ્યમથી ૧૬,૦૦,૬૧૯ લોકો-નાગરિકોને ઘર આંગણે વિવિધ સેવા-યોજનાઓનો લાભ પહોચાડવાની આગવી સિદ્ધિ શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં જિલ્લા-તાલુકા વહીવટી તંત્રોએ મેળવી છે.

ગુજરાતીમાં વધુ વાંચો: સેવા સેતુની 7મી આવૃત્તિ હેઠળ 16 લાખથી વધુ લોકો ઘરઆંગણે સરકારી સેવાઓ મેળવી

0 comments:

Post a Comment