મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વાપી નગરને મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી), વાપી જૂથ પાણી પુરવઠા યોજના તેમજ ચાર રેલ્વે ઓવરબ્રિજના લોકાર્પણ અને ભૂમિપૂજન મળી પ૮૮ કરોડ રૂપિયાના લોકહિતના કામોની ભેટ દિપાવલી પૂર્વે વાપીની જનતાને આપી હતી.
વાપી નગરપાલિકાના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તના અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે કહ્યું કે, આજે વાપી નગરપાલિકામાં નાનામાં નાના અને છેવાડાના માણસનો વિચાર કરીને તેમને સુખ-શાંતિ અને સમુદ્ધિ મળે તેવા વિકાસના કામોની દિવાળી ભેટ મળી છે.
વધુ વાંચો ગુજરાતીમાં: વાપી નગરપાલિકાના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
0 comments:
Post a Comment