મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે ઉઝબેકિસ્તાનના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ ધ એડમીનીસ્ટ્રેશન ઓફ ધ પ્રેસિડેન્ટ ઓફ ઉઝબેકિસ્તાન શ્રીયુત એસ. ગોરડીવે ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ગાંધીનગરમાં મૂલાકાત બેઠક યોજી હતી.
શ્રીયુત ગોરડીવેના નેતૃત્વ હેઠળનું ઉઝબેકિસ્તાન પ્રતિનિધિમંડળ ગુજરાતમાં ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી, સાઇબર ક્રાઇમ સિસ્ટમ, પોલીસ અકાદમી કરાઇ અને રક્ષાશકિત યુનિવર્સિટી તથા વિશ્વાસ-કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ જેવી સુરક્ષા વિષયક બાબતોના અભ્યાસ માટે ત્રિદિવસીય મૂલાકાતે આવેલું છે.
મુખ્યમંત્રીશ્રીએ ગત ઓકટોબર-ર૦૧૯માં તેમની ઉઝબેકિસ્તાન મૂલાકાત દરમ્યાન ગુજરાત-ઉઝબેકિસ્તાન વચ્ચે સુરક્ષા-સિકયોરિટી સહિતના વિવિધ ક્ષેત્રોમાં આપસી આદાન-પ્રદાન સમજૂતિ અંગે જે ફ્રેમવર્ક તૈયાર કરેલું તે સંદર્ભમાં આ પ્રતિનિધિમંડળ ગુજરાત આવ્યું છે.
0 comments:
Post a Comment