મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પ્ષ્ટપણે જણાવ્યું છે કે, ગુજરાતના વિકાસમાં કડવા પાટીદાર સમાજનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, પાટીદાર સમાજ પહેલાથી જ સમાજ ઉત્થાનમાં અગ્રેસર રહ્યો છે. તે જ રીતે આ મહોત્સવમાં યોજાયેલ મહાયજ્ઞમાં તમામ જ્ઞાતિના લોકોનો સમાવેશ કરીને સમાજિક સમરસતાનું પણ ઉત્કૃષ્ટ ઉદાહરણ પરું પાડયું છે.
ઉંઝા ખાતે યોજાઇ રહેલા લક્ષચંડી મહાયજ્ઞમાં તેમણે કહ્યું કે, આ માત્ર ઘાર્મિક કાર્યક્રમ ન બની રહેતાં સમાજિક ઉત્થાન સાથે રાષ્ટ્ર ઉત્થાન માટેનો કાર્યક્રમ બની રહે તે માટે કૃષિથી માંડી અવકાશ સુઘીના થીમ પેવેલિયનનું આયોજન કરવામાં આવ્યું છે. તે રીતે આ કાર્યક્રમ સમાજ ચેતનાનો કાર્યક્રમ બની રહેવાનો છે.
0 comments:
Post a Comment