પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ ખાતે ભારત સરકારના સહયોગથી રૂા.૧૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત થયેલ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં લોકાર્પણ કરતા ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અનેકવિધ નવી યોજનાઓ બનાવી રાષ્ટ્રને સમર્પણ કરી છે.
રાજકોટની સાધારણ હોસ્પિટલને સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલમાં પરિવર્તિત કરી છે. જેનાથી હવે હદય, મગજ, કિડની જેવા ગંભીર રોગોની સારવાર સ્થાનિક કક્ષાએ દર્દીઓને મળી શકશે. ભારત સરકારે દેશમાં ૨૨ જગ્યાએ “એઇમ્સ” આપી રહી છે. રાજકોટને પણ સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ સાથે “એઇમ્સ” પણ મળી છે. ગુજરાતમાં ભાવનગર અને સુરતમાં સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ કરાશે.
0 comments:
Post a Comment