ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને પ્રાકૃતિક કૃષિના પ્રણેતા પદ્મશ્રી સુભાષ પાલેકરજી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ સાપ્તાહિક તાલીમ શિબિરના ઉદૃઘાટન સમારોહ જણાવ્યું હતું કે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમમાં કિસાનોની ઉપસ્થિતિ અને કિસાનોની ઉત્સુકતાના દર્શનથી જ કહી શકીએ કે ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નવો જ અધ્યાય શરૂ થઇ રહ્યો છે.
રાજ્યપાલશ્રીએ પોતાના કિસાન તરીકેના સ્વાનુભાવને દોહરાવતા જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતીને કારણે જળ-જમીન-વાતાવરણથી માંડીને ખાદ્યાન્ન દુષિત થઇ ગયા છે. અસાધ્ય રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. ખાન-પાનના દોષનું આ પરીણામ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ધરતી ઉપર માનવ અસ્તિત્વની સાથે કૃષિની શરૂઆત થઇ ત્યારથી કોઇ રાસાયણિક ખેતી કરતું ન હતું. રસાયણો વિના કૃષિ થાય નહીં એવો ભ્રમ હવે ભાંગવો પડશે.
0 comments:
Post a Comment