મુખ્મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યવ્યાપી સઘન રસીકરણ ઝુંબેશ મિશન ઇન્દ્રધનુષ ૨.૦ નો અમદાવાદથી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન ભાઈ પટેલની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવતા સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, દેશના વિકાસની બુનિયાદ વધુ સંગીન બનાવવા આવનારી પેઢી સમાન બાળકો સ્વસ્થ તંદુરસ્ત નિરોગી હોય તે આવશ્યક છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આ બાળકો ભવિષ્યની ઍસેટ બની રહે અને સ્વસ્થ સમાજનું નિર્માણ થાય તેવી આ મિશન ઇન્દ્રધનુષ ૨.૦ની નેમ છે.
તેમણે કહ્યુ કે, રાજ્ય સરકાર ૨૦૦ કરોડના ખર્ચે આ રસીકરણ અભિયાન ચલાવીને રાજ્યનું એક પણ બાળક રોગપ્રતિકારક રસીથી વંચિત ન રહી જાય તેની પૂરતી તકેદારી રાખી મહોલ્લે-મહોલ્લે રસીકરણ બુથ ઊભા કરી પ્રત્યેક બાળકને નિરોગી અને રોગ પ્રતિકારક શકિતવાળું બનાવવા પ્રતિબદ્ધ છે.
0 comments:
Post a Comment