મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરમાં ખાદ્ય-ખોરાક ૨૦૧૯ પ્રદર્શનને ખૂલ્લુ મૂકતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર, સોશિયલ સેકટર, સર્વિસ સેકટર અને એગ્રી સેકટરમાં સર્વગ્રાહી વિકાસથી અગ્રેસર છે. હવે, શુદ્ધ – હાઇજેનીક અને હેલ્ધી ફૂડ ખાદ્ય – ખોરાકથી વિશ્વમાં ગુજરાતી બ્રાન્ડ ઇમેજ ઊભી કરવાની નેમ છે.
આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, હવે સમય બદલાયો છે અને લોકોને પોતાની હેલ્થ-આરોગ્યની સતત ચિંતા છે.
એટલું જ નહિ, લોકો હેલ્ધી ફૂડ પ્રત્યે સજાગ થયા છે ત્યારે ગુજરાતની ખાન-પાન ચીજવસ્તુઓ પણ ઓર્ગેનિકથી આગળ વધીને પ્રાકૃતિક ખેત ઉત્પાદન સાથે સાત્વિક અને આરોગ્યપ્રદ બની છે.
0 comments:
Post a Comment