મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની ૧૮મી બેઠકમાં ચાર જેટલા મહત્વપૂર્ણ નિર્ણયો વન્ય પ્રાણીઓના સંદર્ભમાં લેવામાં આવ્યા હતા.
રાજ્યમાં રેવન્યુ વિસ્તારમાં રંજાડમાં પકડાયેલા દિપડાઓને જ્યારે છોડવામાં આવે ત્યારે તેમને રેડિયો કોલર કરીને છોડવામાં આવશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય આ બેઠકમાં કરવામાં આવ્યો હતો.
આના પરિણામે આવા માનવવસ્તીને રંજાડતા દીપડાઓનું હવેથી રેડિયો કોલર દ્વારા લોકેશન ટ્રેસ કરીને તેમને પકડી લેવાની કાર્યવાહીમાં વન વિભાગને સુગમતા રહેશે.
0 comments:
Post a Comment