મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ખેડૂતોને આહવાન કર્યુ કે, ગુજરાતમાં ચાલુ વર્ષે વ્યાપક પ્રમાણમાં વરસાદ પડ્યો છે, ત્યારે ગુજરાતના ખેડૂતો પોતાના બાવડાના બળે વિક્રમજનક કૃષિ ઉત્પાદન કરી દેશને નવી દિશા પૂરી પાડે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતમાં કુદરતની મહેરથી થયેલી શ્રીકાર વર્ષાથી પાણીનું સંકટ દૂર થયું છે. હવે ધરતીપુત્રોએ ઊનાળુ અને શિયાળુ પાકના વિક્રમસર્જક મબલખ ઉત્પાદન કરી ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યમાં લીડ લેવાની છે.
મુખ્યમંત્રીશ્રી અમદાવાદ શહેરના સ્યુએજના શુદ્ધિકરણ થયેલા પાણીના પૂન:વપરાશ માટે ફતેવાડી કેનાલમાં સિંચાઇ હેતુસર આ પાણી આપવાના લોકાર્પણ સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા. એક કરોડ રૂપિયાના ખર્ચે આ યોજના રાજ્યના જળસંપત્તિ વિભાગે સાકાર કરીને ૪૦૦ એમ.એલ.ડી. શુદ્ધિકરણ થયેલું પાણી અમદાવાદ ગ્રામ્યના દસક્રોઇ, સાણંદ, બાવળા અને ધોળકા તાલુકાના ગામોના ખેડૂતોને સિંચાઇ માટે આપવાની નવતર પહેલ કરી છે.
0 comments:
Post a Comment