મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતે ખેલમહાકુંભના માધ્યમથી રમત-ગમત ક્ષેત્રે પણ કૌશલ્ય-પ્રતિભા ઉપસાવી છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતુ કે, આવનારુ વર્ષ-૨૦૨૦ એટલે ૨૦-૨૦ છે અને ગુજરાત એમાં પણ લીડ લઈને રમત-ગમત સહિત સર્વાંગી વિકાસના ક્ષેત્રે પણ ૨૦-૨૦ ફોર્મેટથી વિશ્વનું રોલમોડેલ બનશે.
મુખ્યમંત્રીશ્રીએ આજે અમદાવાદ સ્થિત ટ્રાન્સસ્ટેડિયા ખાતે ખેલમહાકુંભ-૨૦૧૯ના સમાપન પ્રસંગે વિવિધ રમતોમાં શ્રેષ્ઠ સિદ્ધિઓ હાંસલ કરનાર ખેલાડીઓનું એવોર્ડ આપી સન્માન કર્યું હતું.
શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના હરેક નાગરિકમાં પડેલાં ખેલ કૌશલ્યને નિખાર આપવા શરૂ કરાવેલા ખેલમહાકુંભની આ ૧૦મી શૃંખલામાં આ વર્ષે ૪૦ લાખથી વધુ નાગરિકો ઉત્સાહભેર રમત-ગમતમાં જોડાયા હતા.
0 comments:
Post a Comment