મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આપણી માન્યતા, સાંસ્કૃતિક ધરોહર અને દેશની આવશ્યકતાના આધાર પર પ્રાથમિકથી લઇને ઉચ્ચ શિક્ષા પ્રણાલિથી જ રાષ્ટ્રનિર્માણ માટે સજ્જ થઇ શકાશે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, દેશ હવે બદલાઇ રહ્યો છે અને સમગ્ર વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધી રહી છે. આવનારી ચૂનૌતીઓના મૂકાબલા માટે રાષ્ટ્રવાદ રાષ્ટ્રનિર્માણ ભાવ જગાવી આ દેશનું નેતૃત્વ જનજનમાં સામર્થ્ય ઊજાગર કરી રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રી અખિલ ભારતીય રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘના ૭માં ત્રિદિવસીય અધિવેશનનો ગણપત યુનિવર્સિટીમાં પ્રારંભ કરાવતા સંબોધન કરી રહ્યા હતા.
શ્રી વિજયભાઇ રૂપાણીએ શિક્ષા અને સંસ્કાર એકબીજા સાથે જોડાયેલા છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરતાં કહ્યું કે, શિક્ષા-દિક્ષા આપણી પરંપરા છે. માત્ર શિક્ષિત નહિ, દિક્ષીત પેઢી, રાષ્ટ્રચેતના સભર પેઢી જે દેશ માટે જીવી જાણે દેશ માટે મરી જાણે તેવી પેઢીનું નિર્માણ કરવામાં શૈક્ષિક મહાસંઘના આવા સફળ પ્રયાસો ‘‘રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ’’ છે.
0 comments:
Post a Comment