દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસીઓની સંસ્કૃતિને ઉજાગર કરવા દર બે વર્ષે ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ ઉજવવામાં આવે છે. ઇરાનશાહ ઉદવાડા-૨૦૧૯ તા.૨૭ થી ૨૯મી ડિસેમ્બર સુધી યોજાશે
ઇરાનશાહ ઉદવાડા-૨૦૧૯નો પ્રારંભ દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલ, વડાદસ્તુર ખુરશેદ દસ્તુર, ફિરોઝ મહેરજી કોટવાલ, ઇન્ડિયા ઓલમ્પિક એસીસીએશનના પ્રમુખ આદિલ સુમારીવાલા, યોગગુરુ મીકી મહેતાની હાજરીમાં કરવામાં આવ્યો હતો.
આ અવસરે દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે, ઉદવાડા એ સમગ્ર પારસી સમાજનું ઊર્જા કેન્દ્ર છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદૃષ્ટિથી માઇક્રો માઇનોરીટીને ભેગા કરી સામાજિક ઉત્સવ ઉજવવાનો વિચાર આજે ખરા અર્થમાં સાકાર થઇ રહયો છે.
0 comments:
Post a Comment