Tuesday, 26 November 2019

Governor and CM Mark Their Presence at The Celebrations of Constitution Day at Gujarat High Court

The Celebrations of Constitution Day at Gujarat High Court

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિનું ચિંતન: સહિષ્ણુતા-સહઅસ્તિત્વ અને સર્વકલ્યાણનું મૂળ ધર્મ બંધારણમાં સચવાયો છે, જેના કારણે ભારતનું બંધારણ વિશ્વશ્રેષ્ઠ છે.

રાજ્યપાલશ્રીએ દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું કે, ન્યાય માતૃભાષામાં મળવો જોઈએ જેથી સામાન્ય લોકોને ન્યાય પ્રક્રીયાની સંપૂર્ણ જાણકારી મળે.

રાજ્યપાલશ્રીએ ભારતના સંવિધાનને રાજધર્મ ગણાવી જણાવ્યું હતું કે, સંવિધાનમાં સહિષ્ણુતા સૌથી મહત્વની બાબત છે. સમાજમાં ભાઇચારો, એકતા, રાષ્ટ્રપ્રતિ સમર્પણનો ભાવ સંવિધાનનો આધાર છે. આ આધાર ભારતીય સંસ્કૃતિથી જોડાયેલો છે.

0 comments:

Post a Comment