મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની આગામી ઊદ્યોગ નીતિના ઘડતરમાં વેપાર-ઊદ્યોગ મંડળો-ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સૂઝાવો તથા અન્ય રાજ્યોનીઇન્ડસ્ટ્રીયલ પોલિસીના સર્વગ્રાહી પાસાંઓનો અભ્યાસ ધ્યાને લેવાની નેમ દર્શાવી છે.
આ સંદેર્ભમાં તેમણે કહ્યું કે, ભારતને પાંચ ટ્રિલીયન ડોલર ઇકોનોમી તરીકે વિશ્વમાં પ્રસ્થાપિત કરવાના પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પમાં ગુજરાત વેપાર, ઊદ્યોગ તથા ઔદ્યોગિક ઉત્પાદનોના ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપી લીડ લેવા તત્પર છે.
મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પદાધિકારીઓ-પ્રતિનિધિઓની ઉચ્ચ સ્તરીય બેઠક તેમના વિવિધ પ્રશ્નોની રજૂઆતો અંગે યોજવામાં આવી હતી.