સંવેદનશીલ, પ્રગતિશીલ, પારદર્શક અને નિર્ણાયક સરકારના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના મહિલા સશક્તિકરણના આહ્વાનને વેગવાન કરવા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા અને મંત્રીશ્રી રાજ્યકક્ષા વિભાવરીબેન દવેના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં નવરાત્રિ દરમિયાન નવદુર્ગા બાલિકા પૂજન કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
રાજયમાં સમાજના દરેક લોકો પોતાના ઘરમાં દિકરીના જન્મને આવકારે, દિકરીઓને સંતુલીત ભોજન–શિક્ષણ અને આરોગ્યની સેવાઓ પુરી પાડે, દિકરા અને દિકરીના ઉછેરમાં ભેદભાવ ન રાખે તથા મહિલા પ્રત્યે હિંસા, દુર્વ્યવહાર જેવી અમાનવીય ઘટના ન બને તે માટે બાળપણથી જ બાળકોમાં તથા સમાજમાં મહિલા પ્રત્યે સન્માનની લાગણી જન્મે તેવા સંસ્કારોનું સિંચન કરવાના શુભ આશય સાથે નવરાત્રી દરમ્યાન દરેક આંગણવાડીમાં તા. ૦૭.૧૦.૨૦૧૯ ના રોજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર રાજયના તમામ જિલ્લાઓની ૫૩૦૨૯ આંગણવાડી કેન્દ્રોમાં જનભાગીદારી સાથે નવદુર્ગા બાલીકા પુજન કાર્યકમનું આયોજન કરવામાં આવ્યુ હતું.
0 comments:
Post a Comment