Sunday, 26 January 2020

CM Inaugurated ‘Handicrafts Exhibition’ on Eve of Republic Day

Handicrafts Exhibition on Eve of Republic Day

૭૧મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલ હસ્તકલા પ્રદર્શનને પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ખુલ્લું મૂક્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વિવિધ કલાના સ્ટોલનું નિરીક્ષણ કરી હસ્તકલા કસબીઓની કારીગરીને બીરદાવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ વિજેતા ૧૩ થી વધુ કલાકારોને પ્રશસ્તિપત્ર આપી સન્માનવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોતાની વૈવિધ્યપૂર્ણ તથા સમૃદ્ધ હસ્તકલાઓ જેવી કે, પટોળા, બાંધણી, ભરતકામ, બાટીક, કલાત્મક વણાટ, ચર્મકળા, કાષ્ઠ કલા, વાંસકામ, રોગન કલા, ટાંગલીયા, ખાદી, માટી કામ માટે સમગ્ર દેશ તથા દુનિયામાં જાણીતું છે. આ હસ્તકલાઓ વિવિધ સમુદાયોને અનેરી સંસ્કૃતિની પ્રતીતિ કરાવે છે, સાથો-સાથ આ હસ્તકલા સાથે હજારો કલાકારોની આજીવિકા પણ જોડાયેલી છે.  આવ્યું છે.

0 comments:

Post a Comment