મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોલિયો રવિવાર અંતર્ગત રાજ્ય વ્યાપી પોલિયો રસીકરણનો ગાંધીનગર થી પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાનમાં સમગ્ર રાજ્યમાં ૦ થી ૫ વર્ષની વયના ૮૦ લાખથી વધુ બાળકોને આવરી લેવાશે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ૩૩૬૪૧ બૂથ અને ૬૭૨૮૨ ટીમ દ્વારા કુલ મળીને ૧ લાખ પ૩ હજાર આરોગ્ય કર્મીઓ આ અભિયાનમાં સેવા આપવાના છે. જે રીતે મતદાન માટે બુથ બનાવીને કોઈ મતદાર મતદાનથી વંચિત ન રહે તેની કાળજી લેવાય છે તેમ આ અભિયાનમાં પણ રાજ્યનું ૦ થી ૫ વર્ષનું એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહે તેની ચિંતા રાજ્ય સરકારે કરી છે એમ તેમણે ઉમેર્યું હતું.
0 comments:
Post a Comment