મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની ઐતિહાસિક ભૂમિ બારડોલીના મહૂવાથી દક્ષિણ ગુજરાત પ્રદેશના ૧૦ હજારથી વધુ વનબંધુ-અંત્યોદય લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાના રૂ. ૧૪૦ કરોડના લાભ-સહાયનું ઘરઆંગણે વિતરણ કરતાં અંત્યોદય વિકાસની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, નયા ભારતના નિર્માણમાં લીડ લઇ રહેલું ગુજરાત છેવાડાના ગરીબ, વંચિત, વનબંધુ અને અંત્યોદયના સર્વાંગી વિકાસમાં અગ્રેસર રહી ગરીબીમુકત, શોષણરહિત, બેકારીમુકત, ભ્રષ્ટાચાર રહિત નયા ભારતના નિર્માણમાં પણ લીડ લેવાનું છે.
0 comments:
Post a Comment