મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત ગોંડલમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત મહિલા સંમેલનમાં જણાવ્યું હતું કે, મહિલાઓના આત્મસન્માન, ગૌરવ અને તેના ઉત્કર્ષ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં ૩૦ લાખ ગરીબ બહેનોને ઉજ્જવલા યોજનાનો લાભ આપી તેના આરોગ્યની
ચિંતા કરી છે તેમ જણાવી ગૌરવભેર કહ્યું હતું કે દીકરીની અમે કુખ થી કરિયાવર સુધીની ચિંતા કરી છે.
ગુજરાતમાં બહેન દીકરીઓ સલામત રહે અને તેના સ્વપ્ન સાકાર થાય તે દિશામાં આપણે કટિબદ્ધ છીએ.
0 comments:
Post a Comment