મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ પાસે ખીરસરા ખાતે જીઆઇડીસીની સ્થાપના અને ઊદ્યોગકારોને પ્લોટના ડ્રો પ્રસંગે જણાવ્યું કે રાજકોટ હંમેશા ઉદ્યોગ ક્ષેત્રે પોતાની સ્વબળે આગળ વધ્યું છે પોતાની સાહસિકતા, ઉધમશીલતા ને કારણે અનેક નાના ઉદ્યોગો પ્રસ્થાપિત થયા છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના દરેક જિલ્લા પોતાના સ્કીલ સાથે ઔદ્યોગિક ઓળખ ઊભી કરે અને સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખાકીય સુવિધાઓ પુરી પાડવામાં આવશે જેથી ઉદ્યોગકારો તેમના ઉદ્યોગ સ્થાપીને ઉત્પાદન કરતા થાય અને રોજગારીનુ નિર્માણ કરે તેવી નેમ વ્યકત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ તકે ખાસ જાહેરાત કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની રૂપિયા ૧૦૦ કરોડની સહાય થકી ગુજરાતમાં ફાર્માસ્યૂટિકલ ઈન્ડસ્ટ્રીઝ વેગવંતી બને તે માટે રાજકોટ ખાતે મેડિકલ ડિવાઇસ પ્રોડક્શન અને અંકલેશ્વરમાં બલ્ક ડ્રગ્સના પ્રોડક્શન અર્થે ખાસ પાર્કનું નિર્માણ કરવામાં આવશે.
0 comments:
Post a Comment