Saturday, 22 August 2020

To Revive Small Industries, Start-Ups CM announced Stamp-Duty Waiving


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસની સ્થિતીમાંથી અર્થતંત્ર, વેપાર-ઊદ્યોગને પૂન: ધબકતા ચેતનવંતા કરવા જાહેર કરેલા કોવિડ-19 રાહત પેકેજ અંતર્ગત નાના અને સ્ટાર્ટઅપ ઊદ્યોગોને લોન પરની સ્ટેમ્પ ડયુટીમાં માફી આપવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર જે નાના ઊદ્યોગકારો તેમજ સ્ટાર્ટઅપ ઊદ્યોગોને રૂ. પ૦ હજાર સુધીની લોન મંજૂર થઇ હોય તેમને તા.૩૧ ઓકટોબર-ર૦ર૦ સુધી સ્ટેમ્પ ડયુટીમાંથી મુકિત મળશે.

રાજ્યમાં આવા રપ હજાર જેટલા નાના ઊદ્યોગ-સ્ટાર્ટઅપ એકમોને સ્ટેમ્પ ડયુટી મુકિતનો લાભ મળવાથી આર્થિક મંદીમાં તેમને ફાયદો-રાહત થશે અને તેઓ મંજૂર લોનનું ડિસર્બસમેન્ટ મેળવી શકશે.

ગુજરાતીમાં વધુ વાંચો: કોરોના પછીની સ્થિતીમાં નાના ઊદ્યોગો-સ્ટાર્ટઅપ – સ્ટ્રીટ વેન્ડર્સને પૂન: બેઠા કરવા મુખ્યમંત્રીશ્રીનો સંવેદનાસ્પર્શી નિર્ણય


0 comments:

Post a Comment