Monday, 24 August 2020

GUJ CM shri Vijaybhai Rupani inaugurated FABEXA-2020 virtually


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ મસ્કતી કાપડ માર્કેટ મહાજન દ્વારા આયોજિત વર્ચ્યુઅલ એકઝીબિશન ‘ફેબેક્ષા’નું ઇ-ઇનોગ્રેશન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્ય સરકારે ટેક્ષટાઇલ પોલિસીના માધ્યમથી ટેક્ષટાઇલ ઊદ્યોગમાં ટેકનોલોજી અપગ્રેડેશન, સ્કીલ એન્હાન્સમેન્ટ-ડેવલપમેન્ટ અને ટેક્ષટાઇલ પાર્કસ-કલસ્ટરના વિકાસ માટે અનેક પ્રોત્સાહનો પૂરા પાડયા છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે, ક્રેડીટ લીન્ક વ્યાજ સબસિડી, જળસંરક્ષણ, પર્યાવરણ સુરક્ષા, પ્રદૂષણ નિયંત્રણના નિયમોના પાલન માટે પ્રોત્સાહનો તેમજ ટેક્ષટાઇલ પાર્ક માટેના પ્રોત્સાહનથી કાપડના ઉત્પાદન-નિકાસને વેગ મળ્યો છે. રાજ્યમાં ર૮ થી વધુ ટેક્ષટાઇલ પાર્ક કાર્યરત છે.

ગુજરાતીમાં વધુ વાંચો: અમદાવાદ મસ્કતી માર્કેટ કાપડ મહાજનના વર્ચ્યુઅલ એકઝીબિશન ‘ફેબેક્ષા’નું ઇ-ઇનોગ્રેશન કરતા મુખ્યમંત્રીશ્રી

0 comments:

Post a Comment