શ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું કે વિશ્વમાં ઉંઝા શહેર વેપાર,સહકારી પ્રવૃતિ તેમજ પવિત્ર ઉમિયા માતાજી યાત્રાધામ તરીકે જાણીતું છે. ઉંઝા પાલિકા દ્વારા લોકોની સુખાકારી માટે તમામ કામગીરી પ્રો-એક્ટીવ કરાઇ રહી છે જે માટે પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને અભિનંદન આપ્યા હતા.
ઉંઝા નગરપાલિકા દ્વારા શહેરના રામનગર વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ટીપી-૦૭ ફાઇનલ પ્લોટ નં-૨૭૦ ખાતે ૩૬૦ આવાસોનું નિર્માણ કરાયેલ છે.૧૭૪૦૮.૧૧ ચોરસ મીટરના વિસ્તારમાં રૂ ૩૦.૬૦ કરોડના ખર્ચે ૩૬૦ ઇ.ડબલ્યુ.એસ-૨ આવાસોનું નિર્માણ કરાયું છે.
ગુજરાતીમાં વધુ વાંચો: મહેસાણાના ઉંઝામાં ૩૬૦ આવાસોનું મુખ્યમંત્રીશ્રી દ્વારા ઇ-લોકાર્પણ
0 comments:
Post a Comment