Sunday, 30 August 2020

CM approved Rs 320cr underground gutter for Junagadh Municipal Corporation, in place of Princely Days arched type system

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જૂનાગઢ મહાનગરમાં ભૂગર્ભ ગટર યોજના માટે ૩૧૯.૪૮ કરોડ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે જૂનાગઢ મહાપાલિકાને આ ૩૧૯ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જૂનાગઢ મહાનગરની જનતા જનાર્દનની ભૂગર્ભ ગટર વ્યવસ્થા માટેની લાંબાગાળાની માંગણીનો સંવેદનાસ્પર્શી પ્રતિસાદ આ યોજના મંજૂર કરીને આપ્યો છે.

ગુજરાતીમાં વધુ વાંચો: જૂનાગઢ મહાનગરને મળશે ભૂગર્ભ ગટર યોજના મુખ્યમંત્રીશ્રીએ ૩ર૦ કરોડ રૂપિયાના કામોને આપી મંજૂરી

 

Saturday, 29 August 2020

For Beautification of Ahmedabad city, CM decided to handover five more state owned lakes to AMC


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ શહેરમાં રાજ્ય સરકાર હસ્તકના વધુ પાંચ તળાવનો વિકાસ કરવા માટે આ તળાવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિનામૂલ્યે સોંપવાનો નિર્ણય કર્યો છે.

મહાનગરપાલિકા સિટી બ્યૂટીફિકેશન અંતર્ગત આ તળાવોને કાયમી ધોરણે હરવા-ફરવા તેમજ પ્રવાસન-પિકનીકના પર્યાવરણપ્રિય સ્પોટ તરીકે સુંદરતાથી વિકસાવશે.

ગુજરાતીમાં વધુ વાંચો: સિટી બ્યુટીફિકેશન માટે અમદાવાદ શહેરના વધુ પાંચ તળાવ અમદાવાદ મહાનગરપાલિકાને વિનામૂલ્યે સોંપવાનો મુખ્યમંત્રીશ્રીનો નિર્ણય 

Friday, 28 August 2020

CM approved Rs 83 Crore Irrigation-Cum-Drinking water pipeline project for Kofal-1 Reservoir in Saurashtra


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સૌરાષ્ટ્રના ધોરાજી અને તેની આસપાસના વિસ્તારોના ગામોને પીવાના પાણીની અને સિંચાઇની કાયમી સુવિધાઓ આપવાના ઉદાત્ત ભાવ સાથે ફોફળ-૧ જળાશય માટે ૮૩ કરોડ રૂપિયાની પાઇપ લાઇનના કામોને મંજૂરી આપી છે.

મુખ્યમંત્રીશ્રીએ પાઇપ લાઇન લંબાવવા માટેના કામોને મંજૂરી આપી છે તેના પરિણામે ફોફળ-૧ ડેમમાં પાણી સરળતાએ મળતું થશે અને ૮ ગામોના ૧૦ હજાર એકર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્રઢ બનશે.

ગુજરાતીમાં વધુ વાંચો: સૌરાષ્ટ્રના ફોફળ-૧ જળાશય માટે ૮૩ કરોડ રૂપિયાની પાઇપ લાઇનના કામોને મંજૂરી આપતા મુખ્યમંત્રી શ્રી 

CM approved construction of check dam on Kalubhar River in Hadamtala Village of Umrala


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના હડમતાળા ગામે કાળુભાર નદી પર ચેકડેમ નિર્માણ માટે રૂ. ર કરોડ પ૩ લાખની રકમ મંજૂર કરી છે.

ઊમરાળા-વલ્લભીપૂર વિસ્તારના પાણીની તંગી ભોગવતા અને ભૂગર્ભ જળસ્તર ઊંડા ગયેલા ગામોની ૧૬૦ હેકટર વિસ્તાર જમીનમાં આ ચેકડેમ નિર્માણથી લાભ થશે અને જળસ્તર ઊંચા આવશે.

ગુજરાતીમાં વધુ વાંચો: ગુજરાતને ઉત્તમ જળવ્યવસ્થાપનથી વોટર સરપ્લસ સ્ટેટ બનાવવાનો મુખ્યમંત્રીશ્રીનો અભિગમ 

Thursday, 27 August 2020

GUJ CM Crosses Half-Century Marks of TPS Clearance in Year-2020


ટી.પી સ્કીમના ત્વરિત અમલીકરણથી ઇન્ફ્રાસ્ટ્રકચર કામોને વેગ આપી પ્રધાનમંત્રીશ્રીના ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ અભિગમને સાકાર કરવા લીડ લેવાની ગુજરાતની નેમ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના-કોવિડ-19 સંક્રમણ સાથે-સંક્રમણ સામે જનજીવન ઝડપભેર પૂર્વવત બનાવવા ન્યૂ નોર્મલ નવી જનજીવન શૈલીથી વિકાસ કામોને ગતિ આપવાની સંકલ્પબદ્ધતા સાથે એક જ દિવસમાં ૭ જેટલી ટી.પી સ્કીમને મંજૂરી આપી છે.

ગુજરાતીમાં વધુ વાંચો: આયોજનબદ્ધ શહેરી વિકાસ માટે મહત્વના ટુલ- ડી.પી-ટી.પી અંતર્ગત ૭ ટી.પી સ્કીમ મંજૂર કરતા શ્રી વિજયભાઇ રૂપાણી 

Tuesday, 25 August 2020

Chief Minister to proposed Gujarat land grabbing (Prohibition) act at Cabinet on Wednesday


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કે જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકો, ખેડૂતો કે ખાનગી વ્યકિતની માલિકીની જમીન પર ગેરકાયદે કબજો જમાવનારા ભૂમાફિયા તત્વો સામે કડકાઇથી પેશ આવવાનો સખ્ત એકટ-ખરડો પસાર કરવાનો નિર્ધાર કર્યો છે.

મુખ્યમંત્રીશ્રી આવતીકાલ, બુધવારે મળનારી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ અંગેની દરખાસ્ત રજૂ કરવાના છે.

ગુજરાતીમાં વધુ વાંચો: ભૂમાફિયાઓને અંકુશમાં લઇ ખેડૂતોના અને કાયદેસરના જમીન માલિકોના હિતોનું રક્ષણ કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ 


Monday, 24 August 2020

GUJ CM shri Vijaybhai Rupani inaugurated FABEXA-2020 virtually


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ મસ્કતી કાપડ માર્કેટ મહાજન દ્વારા આયોજિત વર્ચ્યુઅલ એકઝીબિશન ‘ફેબેક્ષા’નું ઇ-ઇનોગ્રેશન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્ય સરકારે ટેક્ષટાઇલ પોલિસીના માધ્યમથી ટેક્ષટાઇલ ઊદ્યોગમાં ટેકનોલોજી અપગ્રેડેશન, સ્કીલ એન્હાન્સમેન્ટ-ડેવલપમેન્ટ અને ટેક્ષટાઇલ પાર્કસ-કલસ્ટરના વિકાસ માટે અનેક પ્રોત્સાહનો પૂરા પાડયા છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે, ક્રેડીટ લીન્ક વ્યાજ સબસિડી, જળસંરક્ષણ, પર્યાવરણ સુરક્ષા, પ્રદૂષણ નિયંત્રણના નિયમોના પાલન માટે પ્રોત્સાહનો તેમજ ટેક્ષટાઇલ પાર્ક માટેના પ્રોત્સાહનથી કાપડના ઉત્પાદન-નિકાસને વેગ મળ્યો છે. રાજ્યમાં ર૮ થી વધુ ટેક્ષટાઇલ પાર્ક કાર્યરત છે.

ગુજરાતીમાં વધુ વાંચો: અમદાવાદ મસ્કતી માર્કેટ કાપડ મહાજનના વર્ચ્યુઅલ એકઝીબિશન ‘ફેબેક્ષા’નું ઇ-ઇનોગ્રેશન કરતા મુખ્યમંત્રીશ્રી

Saturday, 22 August 2020

To Revive Small Industries, Start-Ups CM announced Stamp-Duty Waiving


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસની સ્થિતીમાંથી અર્થતંત્ર, વેપાર-ઊદ્યોગને પૂન: ધબકતા ચેતનવંતા કરવા જાહેર કરેલા કોવિડ-19 રાહત પેકેજ અંતર્ગત નાના અને સ્ટાર્ટઅપ ઊદ્યોગોને લોન પરની સ્ટેમ્પ ડયુટીમાં માફી આપવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર જે નાના ઊદ્યોગકારો તેમજ સ્ટાર્ટઅપ ઊદ્યોગોને રૂ. પ૦ હજાર સુધીની લોન મંજૂર થઇ હોય તેમને તા.૩૧ ઓકટોબર-ર૦ર૦ સુધી સ્ટેમ્પ ડયુટીમાંથી મુકિત મળશે.

રાજ્યમાં આવા રપ હજાર જેટલા નાના ઊદ્યોગ-સ્ટાર્ટઅપ એકમોને સ્ટેમ્પ ડયુટી મુકિતનો લાભ મળવાથી આર્થિક મંદીમાં તેમને ફાયદો-રાહત થશે અને તેઓ મંજૂર લોનનું ડિસર્બસમેન્ટ મેળવી શકશે.

ગુજરાતીમાં વધુ વાંચો: કોરોના પછીની સ્થિતીમાં નાના ઊદ્યોગો-સ્ટાર્ટઅપ – સ્ટ્રીટ વેન્ડર્સને પૂન: બેઠા કરવા મુખ્યમંત્રીશ્રીનો સંવેદનાસ્પર્શી નિર્ણય


Friday, 21 August 2020

GUJ CM dedicated Various Development of Ahmadabad Municipal Corporation through Video Conference


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ મહાનગરને એટ વન કલીક રૂ. ૧૦૧૬ કરોડના વિવિધ વિકાસ કામોની ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભેટ આપતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, આ સરકાર જનતા જનાર્દનની આશા-અપેક્ષાઓ સંતોષનારી અને ફટાફટ નિર્ણયો લઇ વિકાસ કામો આપનારી જનહિતલક્ષી સરકાર છે.

તેમણે ઉમેર્યુ કે, લોકોને વિકાસ કામો માંગવા આવવું પડતું નથી પરંતુ માંગ્યા વિના સામે ચાલીને વિકાસ કામો આપનારી આ રાજ્ય સરકાર છે.

ગુજરાતીમાં વધુ વાંચો: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ મહાનગરના રૂ. રપ૬ કરોડના વિવિધ ૧૫ કામોના ઇ-લોકાર્પણ

Thursday, 20 August 2020

Surat, Ahmedabad, Rajkot and Vadodara among top ten Cleanest Municipal Corporations


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, ભારત સરકારના સ્વચ્છ શહેરી સર્વેક્ષણ 2020 ના  જાહેર થયેલા પરિણામ માં ગુજરાતને ગૌરવ પ્રાપ્ત થયું છે.

દેશના પ્રથમ 10 મહાનગરો માં ગુજરાત ના 4  મહાનગર ને સ્થાન મળ્યું  તે માટે તેમણે અભિનંદન પાઠવ્યા છે.

કોરોનાના કપરા કાળમાં પણ રાજ્યના ચાર શહેરો સુરત,અમદાવાદ, રાજકોટ અને વડોદરાએ  આ સ્વચ્છતા સર્વેક્ષણ માં અનુક્રમે દ્વિતીય, પાંચમું, છઠ્ઠું  અને દસમું સ્થાન મેળવ્યું છે તેને  મુખ્યમંત્રીશ્રી એ  બિરદાવ્યા હતા.

ગુજરાતીમાં વધુ વાંચો: સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦ પ્રથમ ૧૦ સ્વચ્છ શહેરોમાં ગુજરાતના ચાર શહેરોને સ્થાન મળતા ગુજરાતને ગૌરવ પ્રાપ્ત

Wednesday, 19 August 2020

Gujarat CM shri Vijaybhai Rupani approved Construction of 70+ Floors Buildings


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના મહાનગરોને આધુનિક ઓપ આપી વિશ્વ કક્ષાના શહેરો સમકક્ષ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોમાં હવે સિંગાપોર-દુબઇની જેમ સ્કાય સ્ક્રેપર્સ-ગગનચૂંબી ઇમારતોના બાંધકામને પરવાનગી આપવાનું એક આગવું કદમ ઉઠાવ્યું છે.

ગુજરાતીમાં વધુ વાંચો: ગુજરાતમાં હવે બનશે સિંગાપોર-દુબઇ જેવા સ્કાય સ્ક્રેપર્સ-ટોલ આઇકોનિક બિલ્ડીંગ 

Tuesday, 18 August 2020

CM said cops to Implement Laws boldly to maintain Law and order, Public Welfare Works in Gujarat


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના પોલીસ અધિકારીઓને સ્પષ્ટપણે જણાવ્યું  કે પ્રજાહિતના કામો અને કાયદો વ્યવસ્થાના પાલનમાં રાજ્ય સરકાર ક્યારેય તેમને રોકશે નહિ જ પોલીસ અધિકારીઓ હિંમ્મતપૂર્વક આગળ વધે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે રાજ્યના વિકાસને સોળે કળાએ ખીલવવા અને ઉત્તમથી સર્વોત્તમ રાજ્ય બનાવવાના પાયાની પૂર્વ શરત  સુદ્રઢ કાયદો વ્યવસ્થા છે.

ગુજરાતીમાં વધુ વાંચો: મુખ્યમંત્રીશ્રીએ મહાનગરોના પોલીસ કમિશનર-રેન્જ આઇ.જી- તમામ જિલ્લા પોલીસ અધિક્ષક સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ સંવાદ યોજ્યો 

Gujarat CM’s one more decision for Simplification of Revenue Process in the State


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મહેસૂલી પ્રક્રિયા સરળીકરણનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય લઇને જમીન તકરારી નોંધની અપિલ સૂનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ કરવા અંગેની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

અગાઉ આવી તકરારી નોંધ જમીન મહેસૂલ નિયમો ૧૯૭ર-૧૦૮ અન્વયે પહેલાં મામલતદાર કક્ષાએ સૂનાવણી હાથ ધરાયા બાદ પ્રાંત અધિકારી કક્ષાએ અને તે પછી કલેકટર સમક્ષ અપીલ કરવાની રહેતી હતી.

ગુજરાતીમાં વધુ વાંચો: જમીન તકરારી નોંધની સૂનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ થઇ શકશે 

Thursday, 13 August 2020

GUJ CM dedicated various development work of Surat Municipal Corporation through Video Conference


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ૧૫મી ઓગસ્ટ-સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે શહેરીજનોને રૂ.૩૪૦ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા જણાવ્યું હતું કે, ‘પ્રજાની અપેક્ષા, સપનાઓ અને જરૂરિયાતો કોરોનાની કામગીરી વચ્ચે પણ મહાનગરપાલિકાના કર્મયોગી પરિવારે પૂર્ણ કરી છે. સુરત વિશ્વના વિકસિત શહેરોની સમકક્ષ બને તે માટે જનસુવિધા વધારતાં અનેક વિકાસકામો વ્યાપક રીતે થતા રહે અને નાણાંના અભાવે વિકાસકામો અટકે નહીં એવી સુદ્રઢ વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે.’

ગુજરાતીમાં વધુ વાંચો: સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે સુરત મહાનગરપાલિકાના ₹ 340 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત 

Sunday, 9 August 2020

GUJ CM shri Vijaybhai Rupani announced ‘Mukhyamantri Kisan Sahay Yojana’


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના લાખો કિસાનોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી કિસાન યોજનાની જાહેરાત કરી છે.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને કૃષિ મંત્રી આર.સી. ફળદુ, રાજ્યમંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર તેમજ મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં આ યોજનાની જાહેરાત કરી હતી.

ગુજરાતીમાં વધુ વાંચો: મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના લાખો કિસાનોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી કિસાન યોજનાની જાહેરાત કરી છે


Saturday, 8 August 2020

CM celebrated ‘International Tribal Day’ at 28 places in 14 Tribal Districts


વિશ્વભરના મૂળ નિવાસી સમુદાયો એવા આદિવાસી વનબંધુ સમાજોને અન્ય વિકસિતોની હરોળમાં લાવી, શિક્ષણ સહિતના હક, અધિકારો માટે યુનોની સામાન્ય સભાએ દર વર્ષે ૯મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાનું ઘોષિત કરેલો છે.

ગુજરાતમાં અંબાજીથી ઉમરગામની સમગ્ર આદિજાતિ વનબંધુ પટ્ટીના ૧૪ જિલ્લાના ૨૮ સ્થળોએ આ દિવસની વિકાસ પર્વ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.

ગુજરાતીમાં વધુ વાંચો: આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ગુજરાતના વનબંધુ બાળકો-યુવાઓ માટે બન્યો શિક્ષણ સુવિધા વૃદ્ધિ દિવસ

Thursday, 6 August 2020

CM distributed Certificates to five thousand Yoga Coaches and Yoga Trainer trained by Gujarat State Yoga Boards


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્વસ્થ-તંદુરસ્ત અને રોગપ્રતિકારક શકિત વધારતા જીવન માટે યોગ-પ્રાણાયામની અનિવાર્યતા વર્ણવતાં રાજ્યમાં યોગના પ્રચાર-પ્રસાર માટે ૧ લાખ યોગ ટ્રેનર્સ તૈયાર કરવાની નેમ વ્યકત કરી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, કોરોનાની વૈશ્વિક મહામારી સામે રોગપ્રતિકારક શકિત વધારવા યોગ-પ્રાણાયામ ઉત્તમ છે તેવું હવે વિશ્વ આખાએ સ્વીકાર્યુ છે.

ગુજરાતીમાં વધુ વાંચો: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તાલીમ પામેલા પાંચ હજાર યોગ કોચ-યોગ ટ્રેનર્સને પ્રમાણપત્રોનું વિતરણ કરતા મુખ્યમંત્રીશ્રી

Guj CM distributed Rs.1,065-Cr for development works to 8 Municipal Corporations and 155 Municipalities


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શાસન દાયિત્વના પાંચમા વર્ષ પ્રવેશ અવસરે રાજ્યની ૮ મહાનગરપાલિકાઓ અને ૧પપ નગરપાલિકાઓને એક સાથે એક જ દિવસમાં ૧૦૬પ કરોડ રૂપિયાની રાશિ નગર વિકાસ કામો માટે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતીમાં અર્પણ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ નાણાં-ગ્રાન્ટના અભાવે શહેરી સુખાકારીના કોઇ કામ સરકાર અટકવા દેતી નથી તેવો સ્પષ્ટ મત આ વેળાએ વ્યકત કર્યો હતો.

ગુજરાતીમાં વધુ વાંચો: રાજ્યના ૮ મહાનગરો-૧પપ નગરપાલિકાઓને એક સાથે એક જ દિવસમાં વિકાસ કામો માટે રૂ. ૧૦૬પ કરોડની રાશિ વિતરણ કરતા મુખ્યમંત્રીશ્રી

Guj CM shri Vijaybhai Rupani announced special assistance for these families


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સફળ શાસનના પાંચમા વર્ષ પ્રવેશ દિને દિવંગત કોરોના વોરિયર્સ પ્રત્યે આગવી સંવેદના દર્શાવતાં ૩૫ જેટલા સ્વર્ગસ્થ કોરોના વોરિયર્સના પરિજનો સાથે મોકળા મને સંવાદનો ઉપક્રમ મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ કોરોના સંક્રમણ નિયંત્રણની કામગીરીમાં સંકળાયેલા અને રાજ્ય સરકારના વિવિધ સંવર્ગના કર્મયોગીઓ જેમણે પોતાની આવી ફરજ દરમ્યાન કોરોના સંક્રમણથી જાન ગુમાવ્યા છે તેમના પરિવારજનોને સાંત્વના પાઠવવા સાથે રાજ્ય સરકાર દ્વારા કેટલીક વધુ સહાયની મહત્વપૂર્ણ જાહેરાત પણ કરી હતી.

ગુજરાતીમાં વધુ વાંચો: દિવંગત કોરોના વોરિયર્સના પરિવારજનો માટે મહત્વપૂર્ણ સહાય જાહેરાતો કરતા શ્રી વિજયભાઇ રૂપાણી

Wednesday, 5 August 2020

Guj CM shri Vijaybhai Rupani dedicated various development in Junagadh through Video Conferencing


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની મહાનગર પાલિકાઓને શહેરોના ઘન કચરાનું સેગ્રીગેશન કરીને વેસ્ટના બાયોફ માઇનીંગ પદ્ધતિથી નિકાલ દ્વારા સસ્તી ઊર્જા અને CNG ઉત્પાદન માટે પ્રેરિત થવા અનુરોધ કર્યો છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે રાજ્યના મહાનગરોમાં કચરાના યોગ્ય વ્યવસ્થાપનથી નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલના દિશાનિર્દેશો મુજબ પર્યાવરણ જાળવણી થાય તે સમયની માંગ અનુરૂપ જરૂરિયાત છે.

ગુજરાતીમાં વધુ વાંચો: નાગઢ મહાનગરમાં અમૃત મિશન-સ્વચ્છ ભારત મિશન અન્વયે ર૪.૧પ કરોડના વિકાસ કામોનું ઇ-ખાતમૂર્હત

Guj CM shri Vijaybhai Rupani dedicated 360 houses in Unjha, Mahesana through video conferencing


શ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું કે  વિશ્વમાં ઉંઝા શહેર વેપાર,સહકારી પ્રવૃતિ તેમજ પવિત્ર ઉમિયા માતાજી યાત્રાધામ તરીકે જાણીતું છે. ઉંઝા પાલિકા દ્વારા લોકોની સુખાકારી માટે તમામ કામગીરી પ્રો-એક્ટીવ કરાઇ રહી છે જે માટે પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને અભિનંદન આપ્યા હતા.

ઉંઝા નગરપાલિકા દ્વારા શહેરના રામનગર વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ટીપી-૦૭ ફાઇનલ પ્લોટ નં-૨૭૦ ખાતે ૩૬૦ આવાસોનું નિર્માણ કરાયેલ છે.૧૭૪૦૮.૧૧ ચોરસ મીટરના વિસ્તારમાં રૂ ૩૦.૬૦ કરોડના ખર્ચે ૩૬૦ ઇ.ડબલ્યુ.એસ-૨ આવાસોનું નિર્માણ કરાયું છે.

ગુજરાતીમાં વધુ વાંચો: મહેસાણાના ઉંઝામાં ૩૬૦ આવાસોનું મુખ્યમંત્રીશ્રી દ્વારા ઇ-લોકાર્પણ

Tuesday, 4 August 2020

All Governmental Resources have been activated for sustainable growth of Tribal, Tribal Areas – CM


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આદિજાતિ-વનબંધુ વિસ્તાર અને સમાજના સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ માટે માવજતપૂર્વક વિચાર સાથે સરકારના બધા જ સંશાધનો ટોપ પ્રાયોરિટીથી કાર્યરત કરવામાં આવ્યા છે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકારનો સ્પષ્ટ અભિગમ છે કે દરેક સમાજના અસ્તિત્વનો સમાનતાપૂર્વક સ્વીકાર કરીને થાગડ-થીગડ વિકાસ નહિ, ભાવિ પેઢી સમૃદ્ધ-સુખી અને વિકાસમાં સહભાગી બને તેવી આપણી પ્રતિબદ્ધતા છે.

ગુજરાતીમાં વધુ વાંચો: મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને આદિજાતિ સલાહકાર પરિષદ બેઠક ગાંધીનગરમાં યોજાઇ

Sunday, 2 August 2020

State government is committed to extend Financial Support as a Loan-Assistance to Businesses who have suffered losses due to lockdown


આત્મનિર્ભર ગુજરાત સહાય અન્વયે રાજકોટ નાગરિક સહકારી બેંકે 100 કરોડની સહાયના ચેક વિતરણ કર્યા :ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા ચેક અર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રીના જન્મદિવસની સંવેદનાપૂર્ણ ઉજવણી કરી નાના માણસને બેઠા કરવાનો સેવાયજ્ઞ રાજકોટમાં થયો

રાજ્યની 196 નાગરિક સહકારી બેંકો સહિત 17 જિલ્લા મધ્યસ્થ બેંક 169 શરાફી સહકારી મંડળીઓએ 53952 નાના કારીગરો-ધંધા વ્યવસાયકારોને અત્યાર સુધીમાં 539 કરોડની લોન સહાય આપી

ગુજરાતીમાં વધુ વાંચો: લોકડાઉનમાં આર્થિક નુકસાન થયેલા નાના ધંધા-રોજગાર કરનારા કારીગરોને લોન-સહાય આપી પહેલા કરતા સવાયા બેઠા કરવાની પ્રતિબધ્ધતા છે



 

CM inaugurated 71st Van Mahotsav and dedicated Ram Van in Rajkot through video conference from Gandhinagar

 


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ 71માં રાજ્યવ્યાપી વન મહોત્સવનો પ્રારંભ કરાવતા રાજ્યની વિકાસની ચરમસીમા પાર કરાવવામાં પણ પર્યાવરણ જાળવણી સાથે શુદ્ધ હવા-પાણીવાળા પ્રદુષણમુક્ત ગુજરાતની કલ્પના પાર પાડી છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે આપણી સ્પષ્ટ નેમ છે કે, ગુજરાતમાં ઔદ્યોગિક આર્થિક વ્યાપારી સર્વગ્રાહી વિકાસ સાથે પર્યાવરણને પણ જાળવી શુદ્ધ હવા પાણી દ્વારા ગુજરાતને રહેવાલાયક, માણવાલાયક રાજ્ય બનાવવું છે.

ગુજરાતીમાં વધુ વાંચો: રાજ્યના 71માં વન મહોત્સવનો વિડિયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી