મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાષ્ટ્રનિર્માણમાં કાનૂની ક્ષેત્રના યુવાછાત્રોના યોગદાન માટે પ્રેરક આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, દેશ અને દુનિયામાં ભારતીયોએ વિવિધ ક્ષેત્રે પોતાની યોગ્યતાથી નવા કિર્તિમાન સ્થાપિત કર્યા છે.
હવે, ર૧મી સદીના બીજા દસકના પ્રારંભે આપણી સામે જે ચૂનૌતીઓ આવી છે તેમાં દેશના નાગરિક તરીકે છાત્રોએ પોતાના અધિકારો સાથે ફરજોની પહેચાન કરવી પણ આવશ્યક બની ગઇ છે. મુખ્યમંત્રીશ્રી ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના સેન્ટર ફોર કોન્સ્ટીટયુશનલ એન્ડ એડમીનીસ્ટ્રેટીવ લૉ દ્વારા આયોજિત ‘‘વી-ધ પીપલ’’ લેકચર સિરીઝના પ્રારંભ અવસરે સંબોધન કરી રહ્યા હતા.
0 comments:
Post a Comment