બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે બનાસ ડેરીના દૈનિક ૩૦ લાખ લીટર દૂધના પ્રોસેસીંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત-ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ડેરીના નવા પ્લાન્ટ સ્થાપવા માટે બનાસ ડેરીને અભિનંદન આપતા જણાવ્યું કે, દેશમાં શ્વેતક્રાંતિ લાવવામાં બનાસ ડેરીનો મહત્ત્વનું યોગદાન છે. તેમણે કહ્યું કે આપણી સંસ્કૃતિમાં ગાય, ગંગા, ગીતાનું વિશેષ મહત્વ છે. સંસ્કૃતિને વરેલી આ સરકાર પશુપાલન અને ડેરી ઉદ્યોગના વિકાસ માટે સક્રિય રીતે સંકલ્પબદ્ધ છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે બનાસકાંઠા જિલ્લાને સુખી અને સમૃદ્ધ બનાવવા સ્વ. ગલબાકાકાએ રણમાં મીઠી વીરડી સમાન બનાસ ડેરીની સ્થાપના કરી મોટી લોક સેવાનું કામ કર્યું છે.
0 comments:
Post a Comment