અમદાવાદમાં વયવંદના સમારોહમાં ઉદબોધન કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડીલો યુવા પેઢી માટે દીવાદાંડી સમાન છે. વડીલો ઉંમરનો તકાજો અને અનુભવનો ખજાનો ધરાવે છે. જ્યાં મોભીઓ બેઠા હોય ત્યાં સમાજમાં સંસ્કાર, લાગણી અને ભાવનાનું સિંચન થતું રહે છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આપણે વ્યક્તિથી સમષ્ટિના કલ્યાણનો વિચાર કરનારા છીએ. કુટુંબ વ્યવસ્થામાં વડીલ સર્વોપરી હોય છે. વડીલો માટે આદરનો ભાવ આપણે સૌ કોઈમાં સહજ છે.
ધર્મ, અર્થ, કામ, મોક્ષ અને ચાર વર્ણાશ્રમનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીશ્રીએ કહયું કે, સંન્યાસ આશ્રમ એ માત્ર ભૌતિક ત્યાગ નહીં પરંતુ મનથી – વિચારોથી ત્યાગની વિભાવના શીખવે છે. સંન્યસ્તાશ્રમમાં રાગ-દ્વેષ સહિતના વિકારોનો ત્યાગ પણ નિહિત છે. અહમ-મમત્વના ભાવથી ઉપર ઉઠીને સમ્યકભાવ કેળવી મોહ-માયા છોડવી એ જ સાચો સંન્યસ્તાશ્રમ છે એમ ભારતીય વૈદિક પરંપરા શીખવે છે.
0 comments:
Post a Comment