Wednesday, 26 February 2020

Guj Cm Hails State Budget 2020, Says The Budget Will Benefit All Sectors And Strata Of Society


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ૨૦૨૦ના વર્ષના અંદાજપત્રને ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવાની દિશા દર્શાવનારૂં અને તમામ ક્ષેત્રોના વિકાસ સાથે સર્વાંગી વિકાસની નેમ સાથે ગુજરાત ટોપ પર રહે તેવું બજેટ ગણાવ્યું છે.

નાયબ મુખ્યમંત્રી અને નાણાં મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે વિધાનસભામાં રજૂ કરેલું આ અંદાજપત્ર છેવાડાના માનવીને પણ સર્વગ્રાહી સુવિધા પ્રાપ્ત કરે સાથોસાથ ફન્ડામેન્ટલી રોજગાર વૃદ્ધિ, કૃષિ કલ્યાણ, સામાજીક ક્ષેત્રે, શિક્ષણ, આરોગ્ય, દિવ્યાંગો, મહિલા, માછીમારો અને નાના દુકાનદારો સહિત સૌના કલ્યાણનો વિચાર પણ આ બજેટમાં કરવામાં આવ્યો છે.

આ બજેટ કીડીને કણ ને હાથીને મણ જેવું સૌનો વિચાર કરીને બનાવવામાં આવ્યું છે એમ તેમણે ઉમેર્યુ હતું.

Thursday, 20 February 2020

Pm Offers One More Gift To Gujarat: Union Cabinet Gives Status Of National Institute To BISAG


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના ભાસ્કરાચાર્ય ઇન્સ્ટીટયૂટ ઓફ સ્પેસ એપ્લીકેશન્સ એન્ડ જિઓ ઇન્ફરમેટિકસ – બાયસેગને નેશનલ ઇન્સ્ટીટયુટનો દરજ્જો આપવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનો અને મંત્રી શ્રી રવિશંકર પ્રસાદનો હ્વદયપૂર્વક આભાર વ્યકત કર્યો છે.

પ્રધાનમંત્રીશ્રીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની મળેલી બેઠકે ગુજરાતમાં કાર્યરત બાયસેગનો દરજ્જો સુધારીને તેને ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટીટયુટ ફોર સ્પેસ એપ્લીકેશન એન્ડ જીઓ-ઇન્ફરમેટીકસ કરવાનો નિર્ણય કર્યો છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ આ નિર્ણયને સૌ ગુજરાતીઓ માટે ગૌરવરૂપ ગણાવ્યો છે. વડાપ્રધાનશ્રીએ ગુજરાતની જામનગર આયુર્વેદ યુનિવર્સિટીને જાન્યુઆરી-૨૦૨૦માં ઇન્સ્ટીટયુટ ઓફ નેશનલ ઇર્મ્પોટન્સનો દરજ્જો આપ્યો છે.

Wednesday, 19 February 2020

Chief Minister Begins New Initiative To Address People On Tuesday Through Social Media


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સોશિયલ મિડીયાના માધ્યમથી નાગરિકો સાથે સંવાદની શરૂ કરેલી  નવિન પરંપરાની એક વધુ કડીમાં આજે તેમણે ગરીબ કલ્યાણલક્ષી યોજનાઓથી દરિદ્રનારાયણના સર્વગ્રાહી વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. અંત્યોદયથી સર્વોદયની વિભાવના સાથે તેમણે સંવેદનાત્મક સંવાદ કર્યો હતો.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ફેઇસ બૂક પર શેર કરેલા પોતાના વિડીયો સંદેશમાં સ્પષ્ટપણે જણાવ્યું કે વર્ષો સુધી ગરીબોનાં નામે અનેક સ્લોગન અપાયા. પરંતુ કમનસીબે દેશમાં ગરીબો અને અમીરો વચ્ચેની ખાઈ વધતી ગઈ. ગરીબો માટેની નક્કર યોજનાઓનો વિચાર ન થયો, માત્ર રાજકીય રીતે જ વોટબેંક તરીકે ગરીબોનો વિચાર થયો.

Tuesday, 18 February 2020

Gujarat Industry Dept & SBI Signs MoU For Availing Financial Assistance To MSME Entrepreneurs


રાજ્યના MSME ઊદ્યોગ સાહસિકોને સરળતાએ નાણાં ઊદ્યોગ સ્થાપના માટે મળી રહે તેવી પહેલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં સાકાર થઇ છે. મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતીમાં રાજ્ય સરકારના ઊદ્યોગ વિભાગે રાષ્ટ્રિયકૃત બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા સાથે આ અંગેના મહત્વપૂર્ણ MoU સંપન્ન કર્યા છે. હવે જે નવા ઊદ્યોગ સાહસિકો ગુજરાતમાં MSME એકમો સ્થાપવા માંગે છે તેમને સમયમર્યાદામાં વર્કિંગ કેપિટલ અને પ્રોજેકટ કોસ્ટ માટે નાણાં સહાય મળી રહેશે.

આ MoU પર ગુજરાત સરકાર વતી ઊદ્યોગ અગ્ર સચિવ અને મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ અને બેન્ક વતી બેન્કના અમદાવાદ સર્કલના જનરલ મેનેજર શ્રી રમેશકુમાર અગ્રવાલે હસ્તાક્ષર કર્યા હતા.

Monday, 17 February 2020

Guj Cm Shri Vijaybhai Rupani Meets Italy’s Minister Of The Environment Land And Sea At Gandhinagar


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની સૌજ્ન્ય મુલાકાત ઇટલીના મિનીસ્ટર ઓફ એન્વાયરમેન્ટ લેન્ડ એન્ડ સી, શ્રીયુત સેરિગો કોસ્ટા – Mr. Serigo Costa એ ગાંધીનગરમાં લીધી હતી.

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાઇ રહેલી કન્વેન્શન ઓન માઇગ્રેટરી સ્પીસીસની ૧૩મી કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝમાં સહભાગી થવા ઇટલીના આ મંત્રીશ્રી ગુજરાત આવેલા છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તેમને ગુજરાતે પર્યાવરણ સુરક્ષા અને ગ્રીન કલીન એનર્જી ઉત્પાદન માટે સૌર – સોલાર એનર્જી સહિત સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટના અપનાવેલા નવતર આયામોની વિસ્તૃત વિગતો આ મુલાકાત દરમિયાન આપી હતી.


Sunday, 16 February 2020

Guj Cm Inaugurated Agri-College And Dedicates ‘Tharad – Shipu Scheme’ At Tharad


બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે રૂ. ૩૬ કરોડના ખર્ચે નવનિર્મિત કૃષિ મહાવિદ્યાલય અનેરૂ.૬૩પ કરોડના ખર્ચે ખેડૂતો માટે કાર્યન્વિત બહુહેતુક થરાદ-સીપુ યોજનાનો શુભારંભ રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.

રણકાંઠાના ખેડૂતોને મળનારા નર્મદાના નીરની વાત કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, થરાદ-સીપુ બહુહેતૂક યોજનાથી આ વિસ્તારના ૧૦૬ ગામોના ૩૯ તળાવો ભરાતા ૬ હજાર હેકટર કરતા પણ વધુ જમીનને પિયતનો લાભ મળતા ધરા નવપલ્લવિત બનશે. જિલ્લાની બે મહત્વાકાંક્ષી યોજનાનું લોકાપર્ણ અને શુભારંભ થવાથી જગતના તાતને કૃષિ જ્ઞાન-વિજ્ઞાનને નવી દિશા મળશે. 

Cm Laid Foundation Stone For Milk Processing Plant, With 30l Capacity Per Day, Of Banas Dairy


બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે બનાસ ડેરીના દૈનિક ૩૦ લાખ લીટર દૂધના પ્રોસેસીંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત-ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ડેરીના નવા પ્લાન્ટ સ્થાપવા માટે બનાસ ડેરીને અભિનંદન આપતા જણાવ્યું કે, દેશમાં શ્વેતક્રાંતિ લાવવામાં બનાસ ડેરીનો મહત્ત્વનું યોગદાન છે. તેમણે કહ્યું કે આપણી સંસ્કૃતિમાં ગાય, ગંગા, ગીતાનું વિશેષ મહત્વ છે. સંસ્કૃતિને વરેલી આ સરકાર પશુપાલન અને ડેરી ઉદ્યોગના વિકાસ માટે સક્રિય રીતે સંકલ્પબદ્ધ છે.  મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે બનાસકાંઠા જિલ્લાને  સુખી અને સમૃદ્ધ બનાવવા સ્વ. ગલબાકાકાએ  રણમાં મીઠી વીરડી સમાન બનાસ ડેરીની સ્થાપના કરી મોટી લોક સેવાનું કામ કર્યું છે.

Saturday, 15 February 2020

MoU of Solar Energy and Solar PV Modules Concluded In The Presence Of Chief Minister Shri Vijaybhai Rupani At Gandhinagar


સોલાર પી.વી. મોડયુલ્સ અને સોલાર એનર્જી સોલ્યુશન્સની પ્રતિષ્ઠિત કંપની વારે પાવર દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના માંડા ગામમાં સોલાર સેલ અને સોલાર મોડયુલનો અદ્યતન પ્લાન્ટ સ્થાપશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં આ અંગેના MoU ગાંધીનગરમાં સંપન્ન થયા હતા.
આ સંદર્ભમાં સોલાર પી.વી. મોડયુલ્સ અને સોલાર એનર્જી સોલ્યુશન ક્ષેત્રે વિશ્વના ૬૦ જેટલા દેશોમાં વેપાર-કારોબાર ધરાવતી કંપની વારે ગૃપે ગુજરાતમાં રોકાણ માટે આ MoU કર્યા છે. આ ગૃપ ભારતમાં પ્રેશર ગેજ ક્ષેત્રે પપ ટકા ઉત્પાદન કરે છે.

Thursday, 13 February 2020

Guj Cm Launches Two-Month Long ‘Tent City – Beach Festival’ At Mandvi Coast, Kutch


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કચ્છના માંડવીના દરિયા કિનારે માંડવી બીચ ફેસ્ટીવલનો અને ટેન્ટ સિટીનો આરંભ કરાવતાં જાહેર કર્યુ છે કે હવે પ્રતિવર્ષ ધોરડોના રણોત્સવ સાથે જ માંડવીમાં પણ ટેન્ટ સિટી સાથે આ માંડવી બીચ ફેસ્ટીવલ યોજાશે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, જે રીતે કચ્છનું સફેદ રણ વ્હાઇટ ડેઝર્ટ વિશ્વ પ્રવાસન પ્રેમીઓનું આકર્ષણ છે તેમ જ આ વ્હાઇટ સેન્ડ બે બીચને પણ વર્લ્ડ ટુરિઝમ એટ્રેકશન બનાવવો છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ વર્ષના બજેટમાં કચ્છના ધોળાવીરાનો આઇકોનીક પ્લેસ તરીકે વિકાસ કરવાની કરેલી જાહેરાતથી સમગ્ર કચ્છ પ્રદેશના પ્રવાસન-ટુરિઝમ સેકટરને નવું બુસ્ટ મળશે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો હતો.

Guj Cm Shri Vijay Rupani Inaugurates Urban Kutch Tourist Reception & Refreshment Centre At Dhordo Tent City


કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કચ્છ સ્થિત ધોરડો ખાતે યોજાયેલ અખિલ ભારતીય પ્રવાસન મંત્રીઓની પરિષદના ઉદઘાટન કાર્યક્રમમાં પધારેલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અર્બન કચ્છ ટુરિસ્ટ રિસેપ્શન અને રીફ્રેશમેન્ટ સેન્ટરનું ઉદઘાટન કરી વિલેજ આર્ટની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ અર્બન કચ્છ ટુરિસ્ટ રિસેપ્શન સેન્ટરની મુલાકાત લઇ આર્ટ વિલેજના પ્રદર્શનને નિહાળ્યું હતું.

આ ટુરિસ્ટ રીફ્રેશમેન્ટ સેન્ટરમાં કચ્છી હેન્ડીક્રાફ્ટનું પ્રદર્શન, વેચાણ તથા આ સ્થળે આવતા પ્રવાસીઓ માટે રીફ્રેશમેન્ટ સેન્ટરની સુવિધા ઉભી કરવામાં આવી છે. જ્યાં બાળકોના મનોરંજન માટે અલગથી ચિલ્ડ્રનપાર્ક  પણ બનાવવામાં આવેલ છે.

Wednesday, 12 February 2020

Russian Government’s Public Venture Is Eager to be Partnered on Rajkot – Ahmedabad Semi-High-Speed Rail Project


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે કોન્સ્યૂલ જનરલ ઓફ રશિયન ફેડરેશન ઇન મુંબઇ શ્રીયુત અલ્કેસી સુરોવત્સેવ ( Mr. Aleksei V Surovtsev) અને રશિયન સરકારના જાહેર સાહસ રશિયન રેલવેઝ RZD ઇન્ટરનેશનલના શ્રી વાલ્દીમીર ફિનોવ ( Mr. Vladimir Finov) એ ગાંધીનગરમાં બેઠક યોજીને રાજકોટ-અમદાવાદ સેમી હાઇસ્પીડ રેલવે પ્રોજેક્ટમાં સહભાગી થવા માટે તત્પરતા વ્યક્ત કરી હતી.મુખ્યમંત્રીશ્રી સાથેની આ બેઠકમાં તેમણે કહ્યું કે રાજકોટ-અમદાવાદ સેમી હાઇસ્પીડ રેલવે પ્રોજેક્ટથી આ બંને વિસ્તારોના આર્થિક અને સર્વાંગી વિકાસ માટેની વિપુલ સંભાવનાઓ રહેલી છે તે જોતા આ રશિયન કંપની તેમાં સહભાગી થવા ઉત્સુક છે.

Tuesday, 11 February 2020

GUJ CM Shri Vijaybhai Rupani Honours Ninety-Plus Senior Citizens At Ahmedabad


અમદાવાદમાં વયવંદના સમારોહમાં ઉદબોધન કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડીલો યુવા પેઢી માટે દીવાદાંડી સમાન છે. વડીલો ઉંમરનો તકાજો અને અનુભવનો ખજાનો ધરાવે છે. જ્યાં મોભીઓ બેઠા હોય ત્યાં સમાજમાં સંસ્કાર, લાગણી અને ભાવનાનું સિંચન થતું રહે છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આપણે વ્યક્તિથી સમષ્ટિના કલ્યાણનો વિચાર કરનારા છીએ. કુટુંબ વ્યવસ્થામાં વડીલ સર્વોપરી હોય છે. વડીલો માટે આદરનો ભાવ આપણે સૌ કોઈમાં સહજ છે.

ધર્મ, અર્થ, કામ, મોક્ષ અને ચાર વર્ણાશ્રમનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીશ્રીએ કહયું કે, સંન્યાસ આશ્રમ એ માત્ર ભૌતિક ત્યાગ નહીં પરંતુ મનથી – વિચારોથી ત્યાગની વિભાવના શીખવે છે. સંન્યસ્તાશ્રમમાં રાગ-દ્વેષ સહિતના વિકારોનો ત્યાગ પણ નિહિત છે. અહમ-મમત્વના ભાવથી ઉપર ઉઠીને સમ્યકભાવ કેળવી મોહ-માયા છોડવી એ જ સાચો સંન્યસ્તાશ્રમ છે એમ ભારતીય વૈદિક પરંપરા શીખવે છે.

Monday, 10 February 2020

Gujarat National Law University Lecture Series on ‘Rebuilding The Judiciary In Nation Building


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાષ્ટ્રનિર્માણમાં કાનૂની ક્ષેત્રના યુવાછાત્રોના યોગદાન માટે પ્રેરક આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, દેશ અને દુનિયામાં ભારતીયોએ વિવિધ ક્ષેત્રે પોતાની યોગ્યતાથી નવા કિર્તિમાન સ્થાપિત કર્યા છે.

હવે, ર૧મી સદીના બીજા દસકના પ્રારંભે આપણી સામે જે ચૂનૌતીઓ આવી છે તેમાં દેશના નાગરિક તરીકે છાત્રોએ પોતાના અધિકારો સાથે ફરજોની પહેચાન કરવી પણ આવશ્યક બની ગઇ છે. મુખ્યમંત્રીશ્રી ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના સેન્ટર ફોર કોન્સ્ટીટયુશનલ એન્ડ એડમીનીસ્ટ્રેટીવ લૉ દ્વારા આયોજિત ‘‘વી-ધ પીપલ’’ લેકચર સિરીઝના પ્રારંભ અવસરે સંબોધન કરી રહ્યા હતા.

Saturday, 8 February 2020

Uzbekistan Chamber Of Commerce & Industries Chairman Meets Chief Minister



મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ગાંધીનગરમાં ઉઝબેકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અદ્ખમ અર્કમોવ (Adkham Irkamov)એ શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમણે મુખ્યમંત્રીશ્રીને આગામી મહિનામાં તાશ્કંદમાં યોજાનારા ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં ગુજરાતનું વેપાર ઉધોગ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ સહભાગી થવા આવે, તે માટે ઉઝબેકિસ્તાનના પ્રેસિડેન્ટે આગ્રહપૂર્વક પાઠવેલું આમંત્રણ પણ આપ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ આમંત્રણનો સ્વીકાર કરીને એગ્રિકલ્ચર, માઇનિંગ અને સોલાર સેક્ટર પર ફોક્સ કરતું ડેલિગેશન આ સમિટમાં અવશ્ય સહભાગી થશે તેમ જણાવ્યુ હતું.

Friday, 7 February 2020

Chief Minister Addresses Urban Transformation And Governance Summit-2020: ET


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરુ કરેલું ‘સ્માર્ટ સીટી મિશન’ આજે જનઆંદોલન બની ચૂક્યું છે. તેમણે ઉમેર્યું કે, સ્માર્ટ સીટી મિશનના કારણે ભારતના શહેરોને નવજીવન મળ્યું છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ ખાતે આયોજીત ‘’ઈટી ગવર્મેન્ટ – અર્બન ટ્રાન્સફર્મેશન એન્ડ ગવર્નન્સ સમિટ- 2020’’ ને સંબોધતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, સ્માર્ટ સીટીના કારણે સામાન્ય માણસના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું કે, અમદાવાદ શહેરે વર્લ્ડ હેરિટેજ સીટીનો દરજ્જો મેળવી ગુજરાતને અને દેશને એક નવી ઉંચાઈએ પહોંચાડ્યો છે.




GUJ CM Dedicated to People Hygienic Happy Street Developed at Law Garden, Ahmedabad


મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, આજે અમદાવાદમાં હેરિટેજ અને વિકાસના સમન્વય સાથે એક નવું પીછું ઉમેરાયું છે. ખાણી-પીણીના શોખીનો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જૂની લૉ ગાર્ડન સ્ટ્રીટને રૂ. 8.50 કરોડના ખર્ચે મોડર્ન હાઇજેનિક ફૂડ સ્ટ્રીટ (હેપ્પી સ્ટ્રીટ) બનાવવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, અમદાવાદના લોકોને સાંજના સમયે મનોરંજનની સાથે-સાથે એક ખાણી-પીણીનું એક નવું નજરાણું પણ મળ્યું છે. આ સાથે-સાથે બાળકો માટે સાયકલ ટ્રેકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Thursday, 6 February 2020

Gujarat Chief Minister Talks to Representatives of Panjrapols Over 7Th Edition of ‘Mokla Mane’



મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યભરના ગૌસેવકો-પાંજરાપોળ સંચાલકો સાથે ગાંધીનગરમાં મોકળા મને સંવાદ કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતને જીવદયાના સંસ્કાર સાથે તમામ આત્માને અભયદાન આપનારૂં અહિંસક રાજ્ય તરીકે મોડેલ સ્ટેટ બનાવવું છે.

મુખ્યમંત્રીશ્રીએ સમાજના વિવિધ વર્ગો – તબક્કાઓને પોતાના નિવાસસ્થાને સામે ચાલીને આમંત્રીને તેમના પ્રશ્નો-સમસ્યાઓ, ફિડબેક મેળવવા શરૂ કરેલા જનસંવાદ પ્રયોગ ‘‘મોકળા મને’’ની આજે સાતમી કડી યોજાઇ હતી.

શ્રી વિજયભાઇ રૂપાણીએ આ સાતમી કડીમાં સમગ્ર રાજ્યમાંથી ગૌસેવકો, પાંજરાપોળ સંચાલકો, જીવદયા ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે ફળદાયી સંવાદ-ગોષ્ઠિ કરી હતી.

Wednesday, 5 February 2020

GUJ CM Congratulates Pm for Announcement of Making A Trust For Building Ram Temple


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અયોધ્યામાં ૬૭ એકર જમીન પર રામ મંદિર નિર્માણ હેતુ ટ્રસ્ટ રચવાની સંસદ ગૃહમાં કરેલી જાહેરાતને આવકારી અભિનંદન પાઠવ્યા છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાનશ્રી અને તેમની સરકારે કરોડો હિન્દુઓના શ્રદ્ધા- આસ્થા કેન્દ્ર સમુ ભગવાન રામચંન્દ્રનું મંદિર અયોધ્યામાં નિર્માણ થાય તે માટે દાખવેલી પ્રતિબદ્ધતા આ નિર્ણયમાં પ્રતિબિંબિત થઇ છે તેમ પણ ઉમેર્યુ છે.

Tuesday, 4 February 2020

The Ambassador of Czech Republic and Uzbekistan to India Paid Courtesy Visit to Cm in New Delhi


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નવી દિલ્હી પ્રવાસ દરમિયાન શેઝ પ્રજાસત્તાક અને ઉઝબેકિસ્તાન પ્રજાસત્તાક રાષ્ટ્રના ભારત સ્થિત રાજદૂતોએ મુખ્યમંત્રીશ્રીની સૌજ્ન્ય મુલાકાત લીધી હતી.

તદ્દઅનુસાર, શેઝ પ્રજાસત્તાક રાષ્ટ્રના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત મિલાન હોવોરકા (H.E.Mr. MilanHovorka) મુખ્યમંત્રીશ્રીને ગરવી ગુજરાત ભવન ખાતે મળ્યા હતા.

Monday, 3 February 2020

GUJ CM Shri Vijaybhai Rupani Inaugurated Savy Swaraj Sport Club at Ahmedabad


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ફીટ ઇન્ડિયા સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે શહેરોમાં ફિટનેસ અને સ્પોર્ટ્સ માટેની અત્યાધુનિક સુવિધાઓ આવશ્યક છે. સેવી સ્વરાજ સ્પોર્ટસ ક્લબનું નિર્માણ આ દિશામાં એક આવકારદાયક પગલું છે. અમદાવાદના જગતપુર ખાતે સેવી સ્વરાજ ટાઉનશીપમાં નવનિર્મિત સ્પોર્ટસ ક્લબના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રમત-ગમત, ખેલદીલી અને જીવન જીવવાની કળા શીખવે છે. તન- મનથી સ્વસ્થ રહેવા માટે અને આત્મના આનંદ માટે પણ રમત- મતમાં પ્રવૃત્ત રહેવું અત્યંત જરૂરી છે. તેમ તેઓએ ઉમેર્યું હતુ.

Saturday, 1 February 2020

CM Approved projects to build 24 Hydraulic Storage Structure Check-Dams, at a cost of Rs. 26-cr, in Dangs dist


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વનબંધુ જિલ્લા ડાંગમાં વનવાસી ખેડૂતોને વ્યાપક સિંચાઇ સુવિધા મળી રહે તે માટે ડાંગ પ્રદેશની ૪ મોટી નદીઓ અને તેની પ્રશાખાઓ પર ૨૪ જેટલા મોટા હાઇડ્રોલિક સ્ટોરેજ સ્ટ્રક્ચર ચેકડેમ બનાવવા માટે ૨૬ કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

ડાંગ જિલ્લાની પૂર્ણા, ગીરા, ખાપરી અને અંબિકા નદીઓ તેમજ તેની પ્રશાખા ઉપર આ ચેક ડેમ આહવા સુબીર અને વઘઈ તાલુકાના ૨૪ ગામોમાં નિર્માણ પામશે.