મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને-છેવાડાના માનવીને ઝડપી ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. ગુજરાત દરેક ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે ત્યારે કાયદાક્ષેત્રે પણ જરૂરી સુવિધાઓ ઉભી કરી પેન્ડેન્સી ઘટાડવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે એમ તેમણે ઉમેર્યું હતું.
આજે અમદાવાદ ખાતે ગુજરાત હાઇકોર્ટના પ્રાંગણમાં અંદાજે રૂા. ૩૯ કરોડના ખર્ચે નવનિર્મિત ‘કાયદા ભવન’ને મુખ્યમંત્રીશ્રી તથા સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિશ્રી આર. સુભાષ રેડ્ડી, ન્યાયમૂર્તિશ્રી એમ.આર.શાહ, ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિશ્રી અનંતભાઇ એસ. દવેએ ખુલ્લુ મુક્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે માળખાગત સુવિધાઓનું સગ્રથિત માળખું ઉભુ કર્યું છે ત્યારે હાઇકોર્ટના પ્રાંગણમાં બનેલું આ ‘કાયદા ભવન’ પણ અદ્યતન સુવિધાઓ સાથે સેવારત થયું છે. આ ભવન સરકાર તરફી કેસ લડનારા સરકારી વકીલોની કાર્યક્ષમતાને નવો ઓપ આપશે.
0 comments:
Post a Comment