મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે બોટાદ જિલ્લામાં સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયના ચેક વિતરણ કરતાં જણાવ્યું હતુ કે, રાજય સરકાર માટે સત્તા એ સેવાનું માધ્યમ રહયું છે. સત્તાના માધ્યમથી લોકોના પ્રશ્નોના નિરાકરણ થકી લોકહિતને વરેલી આ સરકારે વિકાસના એકમાત્ર લક્ષ્યને ધ્યાને લઈ લોકોને સુશાસનની પ્રતિતી કરાવી છે.
પારદર્શીતા, નિર્ણાયકતા, પ્રગતિશીલતા અને સંવેદનશીલતા સાથે જ્યાં માનવી ત્યાં વિકાસ અને વિવાદ નહી પણ સંવાદના ધ્યેય મંત્રને અપનાવી સરકારે લોકકલ્યાણની વિભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતુ.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે, ગુજરાતમાંથી ગરીબી, બેકારી અને ભ્રષ્ટાચારને તિલાંજલી આપી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નયા ભારતની પરિકલ્પનાને આપણે સૌએ સાથે મળી સાકાર કરવી પડશે.
0 comments:
Post a Comment