ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે પ્રસિદ્ધ કરેલા લોજિસ્ટીકસ ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટસ ઇન્ડેક્ષ – લિડસ ર૦૧૯માં ગુજરાતે માલસામાનની સરળતાએ હેરફેરની કાર્યદક્ષતામાં દેશભરમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે નવી દિલ્હીમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ તથા રેલ્વે મંત્રી પિયુષ ગોયલના હસ્તે આ અંગે મેળલો એવોર્ડ સ્વીકાર્યો હતો. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતની આ વધુ એક ગૌરવ સિદ્ધિ માટે સંબંધિત વિભાગોને અભિનંદન પાઠવ્યા છે.
નવી દિલ્હીમાં મળેલી બોર્ડ ઓફ ટ્રેડની બેઠકમાં કેન્દ્રીય ઉદ્યોગ વાણિજ્ય રાજ્ય મંત્રીઓ શ્રી હરદીપસિંઘ સૂરી અને સોમ પ્રકાશ તથા નીતિ આયોગના સી.ઇ.ઓ અમિતાભ કાંતની ઉપસ્થિતિમાં આ એવોર્ડ ગુજરાતને અર્પણ કરવામાં આવ્યો હતો.
0 comments:
Post a Comment