મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના જિલ્લા કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની પરિષદમાં સ્પષ્ટપણે દિશાનિર્દેશ આપતાં કહ્યું કે રાજ્યમાં સર્વગ્રાહી વિકાસને જ એક માત્ર એજન્ડા તરીકે કેન્દ્રમાં રાખી એસર્ટીવ બનીને પારદર્શીતા – ટ્રાન્સપરન્સીથી કાર્યરત થઇ લોકોને વિના વિલંબે યોજનાઓના લાભ મળે, ધક્કા ન ખાવા પડે, પાઇ-પૈસો આપવા ન પડે તેવી ફૂલપ્રુફ સિસ્ટમ જિલ્લાતંત્રો ઊભી કરે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, નાનામાં નાના સામાન્ય માનવીને પણ પોતાની આશા-આકાંક્ષા મુજબનું શાસન છે તેની જન અનૂભુતિ થાય, ગુડ ડિલીવરીઝ મળે તે જ આપણો ધ્યેય છે.
મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા કક્ષાએથી તંત્ર દ્વારા આપવાની થતી પરવાનગીઓ, લાયસન્સ, પરમીટ જેવી આવશ્યક બાબતોનું એક લીસ્ટ તૈયાર કરી મહત્તમ સુવિધાઓ ઓન લાઇન કરવાનું સૂચન પણ કર્યુ હતું.
0 comments:
Post a Comment