૮-દેશો અને ૧૨ રાજયોના ૩૦૦ થી વધુ પ્રદર્શકો –ઉત્પાદકોના ઉત્પાદન એકજ છત્ર નીચે મળશે.
વિશ્વમાં તેજી-મંદીના ચાલતા ચક્ર વચ્ચે આપણે વેપાર-કારોબાર અર્થવ્યવસ્થાની સ્થિતી સાહસિકતા,બચત, કન્ઝ્યૂમર માર્કેટની વિરાસતથી જાળવી રાખી છે. – મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી
- ગુજરાત વેપાર-ઉધોગ-સૌરઉર્જા સહિત સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં અગ્રેસર રહેવા પ્રતિબધ્ધ
- ભારતને પાંચ ટ્રિલીયન ડોલર ઇકોનોમી બનાવવામાં ગુજરાત મોડેલ બનવા સજ્જ છે
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ મેગા ટ્રેડ ફેરનો પ્રાંરભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, વિશ્વના તેજી-મંદીના ચક્ર વચ્ચે પણ આપણે સાહસિકતા, બચત અને કન્ઝ્યુમર માર્કેટની વિરાસતથી વેપાર-કારોબાર અને અર્થવ્યવસ્થા જાળવી રાખી છે.
0 comments:
Post a Comment