વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશની રાજધાની દિલ્હીમાં પ્રથમ ઇકો ફ્રેન્ડલી એવા ‘ગરવી ગુજરાત ભવન’ને ખુલ્લુ મુકતાં જણાવ્યું હતું કે, આ ભવન ગુજરાતના સાંસ્કૃતિક, આર્થિક વિકાસનું મોડેલ તો છે જ પણ સાથે સાથે ન્યુઇન્ડિયાનું પ્રત્યક્ષ પ્રમાણ પણ છે. આપણે આપણી સાંસ્કૃતિક વિરાસત અને પરંપરાઓને આધુનિકતાઓ સાથે જોડીને આગળ વધવા પ્રતિબધ્ધ છીએે એમ તેમણે ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું કે, ‘વિશેષતામાં એકતા’ એ ભારતની વિચારધારા છે અને ભારતના અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક તાકાત જ દેશને મહાન બનાવશે. દેશના એક ભાગ કે રાજ્યની તાકાત અને શક્તિઓને ઓળખીને આપણે આગળ વધવું છે અને રાષ્ટ્રીય – વૈશ્વિક સ્તરે તેને ફોક્સ કરવાનો આપણો અભિગમ છે. દેશની રાજધાનીમાં વિવિધ રાજ્યોના કલ્ચર, આર્ટ અને હેન્ડીક્રાફ્ટને શો-કેસ કરવામાં આવા ભવનો ઉપયુક્ત બનશે એમ તેમણે જણાવ્યું હતું.
0 comments:
Post a Comment