વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે, દેશ આખા માટે આકર્ષક પ્રવાસન કેન્દ્ર બનેલું કેવડિયા એ કુદરતી સૌંદર્ય, અને ટેકનોલોજીના અર્થસભર ઉપયોગનો સુભગ સમન્વય છે. અહીં પાણીથી ઉત્પન્ન થતી વીજળીની સાથે, એકતા નર્સરી, બટરફ્લાય પાર્ક, કેક્ટર્સ ગાર્ડન, ઇકો ટુરિઝમ જેવી પ્રકૃતિ અને પ્રવૃતિનું અદભુત સંગમ સ્થાન છે. એટલું જ નહીં પરંતું પર્યાવરણના જતનની સાથે સાથે વિકાસ પણ થઈ શકે છે તે બાબત કેવડિયામાં પુરવાર થાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.
સરદાર સરોવર ડેમ, જળાશય પૂર્ણ સપાટીએ પહોંચતા નર્મદા નીરના વધામણાં, નમામી દેવી નર્મદે, જન ઉત્સવ આજે કેવડિયા ખાતે યોજાયો હતો. વડાપ્રધાનશ્રીએ અહીં નર્મદા નીરને વધાવ્યા હતા.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે, વિશાળ જળરાશીને વધાવવા ઉમટેલો જનસાગર કેવડિયાને નવી ઓળખ અને ઊંચાઈ આપશે તે નિશ્ચિત છે.
0 comments:
Post a Comment