ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાતની જીવાદોરી નર્મદા યોજનાનો સરદાર સરોવર ડેમ તેની પૂર્ણ સપાટી ૧૩૮ મીટરથી વધુએ ભરાઇ ગયો છે અને રાજ્યના સમૃદ્ધિના દ્વાર ખુલ્યા છે ત્યારે આ ઉમંગ ઉત્સવમાં સહભાગી થવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તા.૧૭મી સપ્ટેમ્બરના રોજ કેવડિયા ખાતે ઉપસ્થિત રહીને નમામી દેવી નર્મદે મહોત્સવમાં સહભાગી બનીને નર્મદાના નીરના વધામણાં કરશે.
વડા પ્રધાનશ્રીના જન્મદિન પ્રસંગે યોજાનાર આ નમામિ દેવી નર્મદે મહોત્સવ નિમિત્તે સવારે ૯:૦૦ થી ૧૦:૦૦ એક કલાક દરમિયાન નદી, નાળા, તળાવોમાં રોજીંદા જીવનમાં વપરાતા સીંગલ યુઝ પ્લાસ્ટીકનું એકત્રિકરણ કરાશે. તેમજ સ્વચ્છતા જાળવવા સંદર્ભે અને પર્યાવરણની જાળવણી માટે યોજાનાર વૃક્ષા રોપણના કાર્યક્રમોમાં પણ નાગરિકોને જોડાવવા રાજ્ય સરકાર દ્વારા અનુરોધ કરાયો છે.
0 comments:
Post a Comment