રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટની કલેકટર કચેરી ખાતે નિર્માણ થયેલા ‘‘કલા સ્ટેશન’’નું લોકાર્પણ કર્યુ હતું.
રાજકોટના તત્કાલિન કલાપારખુ કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ ‘‘સ્વાન્તઃસુખાય’’ પ્રોજેકટ હેઠળ રાજય સરકારના સહયોગથી કલેકટર કચેરીના પ્રાંગણમાં જ સંપૂર્ણ સુવિધાયુકત ‘‘કલા સ્ટેશન’’ નામના ઓપન એર થીયેટરનું નિર્માણ કરવાના ઓરતા સેવ્યા હતા.
આ પ્રસંગે ‘‘સોરઠી ડાયરીઝ’’ નામના અદભૂત નાટય શોનું આયોજન કરાયુ હતું. જેમાં ઝવેરચંદ મેઘાણીના પાત્રમાં જાણીતા લોકગાયક ઓસમાણ મીર, કવિશ્રી રમેશ પારેખના પાત્રમાં જાણિતા યુવા કવિશ્રી અંકિત ત્રિવેદી, ચારણ કન્યાના પાત્રમાં આર.જે.દેવકી, રાજા ભગવતસિંહજીના પાત્રમાં જાણીતા કટાર લેખકશ્રી જય વસાવડા, તથા ગુજરાતના આદિ કવિશ્રી નરસિંહ મહેતાના પાત્રમાં જાણીતા કલાકારશ્રી ધર્મન જોષીએ કલાનાં અદભૂત કામણ પાથર્યા હતા.
0 comments:
Post a Comment