Sunday, 22 September 2019

GUJ CM Shri Vijaybhai Rupani Attended CREDAI Gujarat Growth Ambassadors Summit 2019

CREDAI Gujarat Growth Ambassadors Summit 2019

ગુજરાતમાં બિલ્ડીંગ બનાવવા માટેના નિયમોમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવા કોમન જીડીસીઆરના અમલ માટેની મહત્વપૂર્ણ જાહેરાત મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કરી હતી. આ જાહેરાતથી રાજ્યમાં બાંધકામક્ષેત્રને વધુ વેગ મળશે તેમ તેમણે ઉમેર્યું હતું.

કન્ફેડરેશન ઓફ રિઅલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા(ક્રેડાઇ)ના ગુજરાત ચેપ્ટરની ગ્રોથ એમ્બેસેડર સમીટ-૧૯માં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, મહેસૂલમંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ તેમજ ઉર્જામંત્રી શ્રી સૌરભભાઇ પટેલની ઉપસ્થિતિમાં આ જાહેરાત કરી હતી.

Tuesday, 17 September 2019

Namami Devi Narmada Nir Blessed State Festival

Namami Devi Narmada Nir Blessed State Festival

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે, દેશ આખા માટે આકર્ષક પ્રવાસન કેન્દ્ર બનેલું કેવડિયા એ કુદરતી સૌંદર્ય, અને ટેકનોલોજીના અર્થસભર ઉપયોગનો સુભગ સમન્વય છે. અહીં પાણીથી ઉત્પન્ન થતી વીજળીની સાથે, એકતા નર્સરી, બટરફ્લાય પાર્ક, કેક્ટર્સ ગાર્ડન, ઇકો ટુરિઝમ જેવી પ્રકૃતિ અને પ્રવૃતિનું અદભુત સંગમ સ્થાન છે. એટલું જ નહીં પરંતું પર્યાવરણના જતનની સાથે સાથે વિકાસ પણ થઈ શકે છે તે બાબત કેવડિયામાં પુરવાર થાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.

સરદાર સરોવર ડેમ, જળાશય પૂર્ણ સપાટીએ પહોંચતા નર્મદા નીરના વધામણાં, નમામી દેવી નર્મદે, જન ઉત્સવ આજે કેવડિયા ખાતે યોજાયો હતો. વડાપ્રધાનશ્રીએ અહીં નર્મદા નીરને વધાવ્યા હતા.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, વિશાળ જળરાશીને વધાવવા ઉમટેલો જનસાગર કેવડિયાને નવી ઓળખ અને ઊંચાઈ આપશે તે નિશ્ચિત છે.

PM Shri Narendra Bhai Modi Greeted Narmada Nir at the ‘Naamami Devi Narmade Festival’ at Kewadia

Naamami Devi Narmade Festival’ at Kewadia

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાતની જીવાદોરી નર્મદા યોજનાનો સરદાર સરોવર ડેમ તેની પૂર્ણ સપાટી ૧૩૮ મીટરથી વધુએ ભરાઇ ગયો છે અને રાજ્યના સમૃદ્ધિના દ્વાર ખુલ્યા છે ત્યારે આ ઉમંગ ઉત્સવમાં સહભાગી થવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તા.૧૭મી સપ્ટેમ્બરના રોજ કેવડિયા ખાતે ઉપસ્થિત રહીને નમામી દેવી નર્મદે મહોત્સવમાં સહભાગી બનીને નર્મદાના નીરના વધામણાં કરશે.

વડા પ્રધાનશ્રીના જન્મદિન પ્રસંગે યોજાનાર આ નમામિ દેવી નર્મદે મહોત્સવ નિમિત્તે સવારે ૯:૦૦ થી ૧૦:૦૦ એક કલાક દરમિયાન નદી, નાળા, તળાવોમાં રોજીંદા જીવનમાં વપરાતા સીંગલ યુઝ પ્લાસ્ટીકનું એકત્રિકરણ કરાશે. તેમજ સ્વચ્છતા જાળવવા સંદર્ભે અને પર્યાવરણની જાળવણી માટે યોજાનાર વૃક્ષા રોપણના કાર્યક્રમોમાં પણ નાગરિકોને જોડાવવા રાજ્ય સરકાર દ્વારા અનુરોધ કરાયો છે.

Monday, 16 September 2019

Warm Welcome to Prime Minister Narendra Modi at Ahmedabad Airport

Welcome to Prime Minister Narendra Modi

ગુજરાતની મુલાકાતે આવેલા ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું આજે અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીસહિતના મહાનુભવોએ પુષ્પગુચ્છ આપી ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતું.

Saturday, 14 September 2019

CM Vijaybhai Rupani Honored the Best in the Program Organized by News-1 Gujarati Channel

GUJ CM Honored by News-1 Gujarati Channel

‘‘ ગુજરાતે વિકાસ નિતિનો રસ્તો દેશ અને દુનિયાને દેખાડયો છે.’’

‘‘ગુજરાતના સમાજ શ્રેષ્ઠીઓની સાહસિકતાથી અનેક નવ યુવાનોને પ્રેરણા મળી છે.’’  -મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

મુખ્‍યમંત્રીશ્રી  વિજયભાઇ રૂપાણી રાજકોટના ખીરસરા પેલેસ ખાતે ન્‍યુઝ -૧૮ ગુજરાતી  ચેનલ દ્વારા આયોજીત સમાજની પ્રગતિમાં યોગદાન આપનાર સૌરાષ્‍ટ્રના સમાજ શ્રેષ્‍ઠીઓના  સન્‍માન કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી શ્રેષ્‍ઠીઓનું સન્‍માન કર્યુ હતું.

મુખ્‍યમંત્રીશ્રીએ આ પ્રસંગે  જણાવ્‍યું હતું કે, જેમનો એક જ મંત્ર હોય અથાગ પુરુષાર્થ એવા સમાજના આગેવાનો પ્રત્‍યે ઋણ ચૂકવવાનો આ અવસર છે. જેમણે ગુજરાતના વિકાસ માટે ફાળો આપ્યો છે. જેમની સાહસિકતાથી ગુજરાતના અનેક યુવાનોને પ્રેરણા મળી છે. તેવા સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન ન્યુઝ-૧૮ ને કર્યુ છે. તે માટે ન્યુઝ-૧૮ ને શુભકામના પાઠવું છુ, અભિનંદન પાઠવુ છુ

Distribution Of Checks Worth Rs.18 Lakh In Honor Of The Members Of The Families Of The 28 Martyrs Of The State

Distribution of Checks to Martyrs Families

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે રાજકોટ લધુ ઉદ્યોગનું હબ બને તે માટે લધુ  ઉદ્યોગો એકમો સાથે રાજ્ય સરકાર ઉભી છે.

આપણે રાજકોટમાં ભકતિનગર સ્ટેશન જી.આઇ.ડીસી, આજી વસાહત, મેટોડા, પછી ખીરસરા જી.આઇ..ડી.સીનો વિકાસ કરવા જઇ રહયા છીએ સ્વબળે વિકાસ કરવા બદલ  શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એશો.ને અભિનંદન આપ્યા હતા.

આજે અત્રે લગુન રીસોર્ટ ખાતે  શાપર વેરાવળ ઔદ્યોગીક એશોશીએસનના ઉપક્રમે યોજાયેલ વાર્ષિક સાધારણ સભામાં અધ્યક્ષસ્થાનેથી ઉદબોધન કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉપર મુજબ જણાવ્યું હતું.

CM Inaugurated India International Mega Trade Fair in Ahmedabad

India International Mega Trade Fair in Ahmedabad

૮-દેશો અને ૧૨ રાજયોના ૩૦૦ થી વધુ પ્રદર્શકો –ઉત્પાદકોના ઉત્પાદન એકજ છત્ર નીચે મળશે.

વિશ્વમાં તેજી-મંદીના ચાલતા ચક્ર વચ્ચે આપણે  વેપાર-કારોબાર અર્થવ્યવસ્થાની સ્થિતી સાહસિકતા,બચત, કન્ઝ્યૂમર માર્કેટની વિરાસતથી જાળવી રાખી છે. –  મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી
  • ગુજરાત વેપાર-ઉધોગ-સૌરઉર્જા સહિત સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં અગ્રેસર રહેવા પ્રતિબધ્ધ 
  • ભારતને પાંચ ટ્રિલીયન ડોલર ઇકોનોમી બનાવવામાં ગુજરાત મોડેલ બનવા સજ્જ છે
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ મેગા ટ્રેડ ફેરનો પ્રાંરભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, વિશ્વના તેજી-મંદીના ચક્ર વચ્ચે પણ આપણે સાહસિકતા, બચત અને કન્ઝ્યુમર માર્કેટની વિરાસતથી વેપાર-કારોબાર અને  અર્થવ્યવસ્થા જાળવી રાખી છે.

Friday, 13 September 2019

Inauguration of “Kalastation” by CM Vijay Bhai Rupani

Inauguration of “Kalastation”

રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટની કલેકટર કચેરી ખાતે નિર્માણ થયેલા ‘‘કલા સ્ટેશન’’નું લોકાર્પણ કર્યુ હતું.

રાજકોટના તત્કાલિન કલાપારખુ કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ ‘‘સ્વાન્તઃસુખાય’’ પ્રોજેકટ હેઠળ રાજય સરકારના સહયોગથી કલેકટર કચેરીના પ્રાંગણમાં જ સંપૂર્ણ સુવિધાયુકત ‘‘કલા સ્ટેશન’’ નામના ઓપન એર થીયેટરનું નિર્માણ કરવાના ઓરતા સેવ્યા હતા.

આ પ્રસંગે ‘‘સોરઠી ડાયરીઝ’’ નામના અદભૂત નાટય શોનું આયોજન કરાયુ હતું. જેમાં ઝવેરચંદ મેઘાણીના પાત્રમાં જાણીતા લોકગાયક ઓસમાણ મીર, કવિશ્રી રમેશ પારેખના પાત્રમાં જાણિતા યુવા કવિશ્રી અંકિત ત્રિવેદી, ચારણ કન્યાના પાત્રમાં આર.જે.દેવકી, રાજા ભગવતસિંહજીના પાત્રમાં જાણીતા કટાર લેખકશ્રી જય વસાવડા, તથા ગુજરાતના આદિ કવિશ્રી નરસિંહ મહેતાના પાત્રમાં જાણીતા કલાકારશ્રી ધર્મન જોષીએ કલાનાં અદભૂત કામણ પાથર્યા હતા.

Thursday, 12 September 2019

Another Glorious Achievement in Gujarat’s Commitment to be The Leader in The Country

Board of Trade Meeting

ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે પ્રસિદ્ધ કરેલા  લોજિસ્ટીકસ ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટસ ઇન્ડેક્ષ – લિડસ ર૦૧૯માં ગુજરાતે માલસામાનની સરળતાએ હેરફેરની કાર્યદક્ષતામાં દેશભરમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે નવી દિલ્હીમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ તથા રેલ્વે મંત્રી પિયુષ ગોયલના હસ્તે આ અંગે મેળલો એવોર્ડ સ્વીકાર્યો હતો. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતની આ વધુ એક ગૌરવ સિદ્ધિ માટે સંબંધિત વિભાગોને અભિનંદન પાઠવ્યા છે.

નવી દિલ્હીમાં મળેલી બોર્ડ ઓફ ટ્રેડની બેઠકમાં કેન્દ્રીય ઉદ્યોગ વાણિજ્ય રાજ્ય મંત્રીઓ શ્રી હરદીપસિંઘ સૂરી અને સોમ પ્રકાશ તથા નીતિ આયોગના સી.ઇ.ઓ અમિતાભ કાંતની ઉપસ્થિતિમાં આ એવોર્ડ ગુજરાતને અર્પણ કરવામાં આવ્યો હતો.

Wednesday, 11 September 2019

GUJ CM Honored Siddhi Vinayak at Shri Ganapati Mangal Festival

GUJ CM Honored Siddhi Vinayak

રાજકોટ શહેર ભાજપ દ્વારા અત્રે  રેસકોષ ગ્રાઉન્ડ ખાતે શ્રી સિધ્ધી વિનાયક ધામ  ખાતે ભવ્યથી ભવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન ગત તા ૨ સપ્ટેમ્બરથી કરવામાં આવેલ છે. આ ગણાપતિ મંગલ મહોત્સવમાં આજે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગણેશ ભગવાનની પુજા અર્ચના કરી હતી અને સર્વ મંગલ સુખાયની મનોકામના કરી હતી 

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીની સાથે તેમના ધર્મ પત્નિશ્રી અંજલીબેન રૂપાણીએ પણ ધાર્મિક લાભ લીધો હતો.

Monday, 9 September 2019

The Newly Opened ‘Law Bhavan’ was opened in The Courtyard of The Gujarat High Court

Law Bhavan

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને-છેવાડાના માનવીને ઝડપી ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. ગુજરાત દરેક ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે ત્યારે કાયદાક્ષેત્રે પણ જરૂરી સુવિધાઓ ઉભી કરી પેન્ડેન્સી ઘટાડવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે એમ તેમણે ઉમેર્યું હતું. 

આજે અમદાવાદ ખાતે ગુજરાત હાઇકોર્ટના પ્રાંગણમાં અંદાજે રૂા. ૩૯ કરોડના ખર્ચે નવનિર્મિત ‘કાયદા ભવન’ને મુખ્યમંત્રીશ્રી  તથા સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિશ્રી આર. સુભાષ રેડ્ડી, ન્યાયમૂર્તિશ્રી  એમ.આર.શાહ, ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિશ્રી અનંતભાઇ એસ. દવેએ ખુલ્લુ મુક્યું હતું. 

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે માળખાગત સુવિધાઓનું સગ્રથિત માળખું ઉભુ કર્યું છે ત્યારે હાઇકોર્ટના પ્રાંગણમાં બનેલું આ ‘કાયદા ભવન’ પણ અદ્યતન સુવિધાઓ સાથે સેવારત થયું છે. આ ભવન સરકાર તરફી કેસ લડનારા સરકારી વકીલોની કાર્યક્ષમતાને નવો  ઓપ આપશે.

CM Inaugurated Newly Renovated Dharmanandan Lake at Ugamedi

Dharmanandan Lake at Ugamedi

બોટાદના ગઢડા તાલુકાના ઉગામેડી ગામે નવનિર્મિત ધર્મનંદન સરોવર ખાતે જળ વધામણાં કરી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું.

જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે અત્યારે બે આંકડાઓની ચર્ચા પુરા દેશમાં છે. એક તો કાશ્મીરમાંથી નાબૂદ કરેલી ૩૭૦ ની કલમ અને આવનારા દિવસોમાં નર્મદા ડેમની ૧૩૮ મીટરની ઐતિહાસિક સપાટી. ૭૦ વર્ષ સુધી પાણી માટે ગુજરાતે અનહદ સંઘર્ષ કર્યો છે.

ગુજરાતની જીવાદોરી સમાન  નર્મદા નદી આજે ઐતિહાસિક સપાટીએ છે, થોડા દિવસોમાં ૧૩૮ મીટરની સપાટી પર પહોંચી સમગ્ર ગુજરાતને પાણીદાર બનાવશે.

Chief Minister Inaugurated Various Development Works in Botad District

Development Works in Botad District


મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે બોટાદ જિલ્લામાં સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયના ચેક વિતરણ કરતાં જણાવ્યું હતુ કે, રાજય સરકાર માટે સત્તા એ સેવાનું માધ્યમ રહયું છે. સત્તાના માધ્યમથી લોકોના પ્રશ્નોના નિરાકરણ થકી લોકહિતને વરેલી આ સરકારે વિકાસના એકમાત્ર લક્ષ્યને ધ્યાને લઈ લોકોને સુશાસનની પ્રતિતી કરાવી છે. 

પારદર્શીતા, નિર્ણાયકતા, પ્રગતિશીલતા અને સંવેદનશીલતા સાથે જ્યાં માનવી ત્યાં વિકાસ અને વિવાદ નહી પણ સંવાદના ધ્યેય મંત્રને અપનાવી સરકારે લોકકલ્યાણની વિભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતુ.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે, ગુજરાતમાંથી ગરીબી, બેકારી અને ભ્રષ્ટાચારને તિલાંજલી આપી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નયા ભારતની પરિકલ્પનાને આપણે સૌએ સાથે મળી સાકાર કરવી પડશે.

Sunday, 8 September 2019

Chief Minister Vijaybhai Rupani Worshiped Mataji

CM Vijaybhai Rupani Worshiped Mataji

મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીએ પ્રસિદ્ધ તીર્થધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ કરાવતા અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના કેટલાક નવતર પહેલ રૂપ યાત્રી સુવિધા કાર્યોનો પણ આરંભ કરાવ્યો હતો.

તેમણે અંબાજી માતાના દર્શન વિશ્વભરના માઇભક્તો લાઈવ જોઈ શકે  અને મેળો માણી શકે તે હેતુસર  લાઈવ વેબ કાસ્ટીંગ, અંબાજી દર્શને આવનારા યાત્રિકોને અંબાજીની  માહિતી મળી રહે તે માટે ઓટોમેટેડ એસ.એમ.એસ. હેલ્પલાઇન સીસ્ટમ,  મેળામાં ખોવાયેલા બાળકો તેમના માતા પિતા કે વાલીને સરળતાથી પાછા મળી જાય તે માટે અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી બાળકોને  RFID કાર્ડ વિતરણ અને ચાઈલ્ડ મિસિંગ હેલ્પ લાઈનનો તેમજ વૃદ્ધ દિવ્યાંગ  અશક્ત લોકો માટે  મેળા દરમ્યાન વિનામૂલ્યે બસ સેવાનો પણ આરંભ કરાવ્યો હતો.

Inauguration of Khel Mahakumbh 2 and Inauguration of Sacramento Sports Academy

Khel Mahakumbh 2 and Inauguration of Sacramento Sports Academy

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ નજીક ગોધાવીમાં સંસ્કાર ધામ સંકુલ ખાતેથી ખેલમહાકુંભ–૨૦૧૯નો શાનદાર પ્રારંભ અને સંસ્કાર ધામ સ્પોર્ટ્સ એકેડેમીનું ઉદ્ઘાટન કરતા સ્પષ્ટ પણે  વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ગુજરાત પ્રધામંત્રીશ્રીએ કરેલા ફીટ ઈન્ડિયાના સંકલ્પમાં અગ્રેસર રહેશે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રી કહ્યું કે, ફિટનેસ માત્ર શબ્દ નહિ પરંતુ સ્વસ્થ જીવનની કેડી બને એવા આ કાર્યક્રમમાં ગુજરાતે માત્ર એક દિવસ યોગ દિવસ નહિ પરંતુ યોગ બોર્ડ દ્વારા ૩૬૫ દિવસ યોગ અભ્યાસ અને ખેલ મહાકુંભ દ્વારા રમતગમતને જન જન સુધી પહોંચાડવાના આયોજન કર્યા છે.

Friday, 6 September 2019

CM Inaugurated 9th Agri Asia Exhibition

Agri Asia Exhibition

Chief Minister of the state Mr. Vijay Rupani inaugurated the 9th Agri Asia Exhibition in the presence of Union Minister of Agriculture and Farmers’ Welfare Mr. Narendrasinh Tomar at Mahatma Mandir in Gandhinagar.

Addressing audience during the event, the Chief Minister urged farmers to practice drip irrigation for achieving better output. In this regard, he said that the state government provides 70% subsidy to the farmers for drip irrigation.  Gujarat has been a forerunner in agricultural production and farmers can cultivate crops and vegetables based on the requirements of international market for better returns. Farmers in Banaskantha and tribal belt who have cultivated dates, pomegranate and cashewnuts have prospered as a result of the same.

Wednesday, 4 September 2019

GUJ CM Shri Vijay Rupani Chairs a Joint Conference of DDOS and District Collectors

Joint Conference of DDOS and District Collectors

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના જિલ્લા કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની પરિષદમાં સ્પષ્ટપણે દિશાનિર્દેશ આપતાં કહ્યું કે રાજ્યમાં સર્વગ્રાહી વિકાસને જ એક માત્ર એજન્ડા તરીકે કેન્દ્રમાં રાખી એસર્ટીવ બનીને પારદર્શીતા – ટ્રાન્સપરન્સીથી કાર્યરત થઇ લોકોને વિના વિલંબે યોજનાઓના લાભ મળે, ધક્કા ન ખાવા પડે, પાઇ-પૈસો આપવા ન પડે તેવી ફૂલપ્રુફ સિસ્ટમ જિલ્લાતંત્રો ઊભી કરે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, નાનામાં નાના સામાન્ય માનવીને પણ પોતાની આશા-આકાંક્ષા મુજબનું શાસન છે તેની જન અનૂભુતિ થાય, ગુડ ડિલીવરીઝ મળે તે જ આપણો ધ્યેય છે.

મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા કક્ષાએથી તંત્ર દ્વારા આપવાની થતી પરવાનગીઓ, લાયસન્સ, પરમીટ જેવી આવશ્યક બાબતોનું એક લીસ્ટ તૈયાર કરી મહત્તમ સુવિધાઓ ઓન લાઇન કરવાનું સૂચન પણ કર્યુ હતું.

MOU Signed between Gujarat and America’s Delaware to Become Sister State in The Presence of CM

MOU Signed between Gujarat and America’s Delaware

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે અમેરિકાના ડેલાવેયર રાજ્યના પ્રતિનિધિમંડળની યોજાયેલી બેઠકમાં ગુજરાત ડેલાવેયર વચ્ચે સિસ્ટર સ્ટેટના MoU ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા.

ગુજરાતે અમેરિકાના કોઇ રાજ્ય સાથે સિસ્ટર સ્ટેટ માટે કરેલા આ સૌપ્રથમ MoU ને પરિણામે ભારત – અમેરિકા ગુજરાતના સંબંધોને નવી ઊંચાઇ મળી છે.

ગુજરાત અને ડેલાવેયર વચ્ચે થયેલા આ MoU પર મુખ્યમંત્રીશ્રી અને ડેલાવેયરના સેક્રેટરી ઓફ સ્ટેટ એ હસ્તાક્ષર કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ ડૅલાવેયર સાથે વિવિધ સર્વિસિસના ક્ષેત્રે સહયોગ, મૂડીરોકાણ તથા ગુજરાતની મહત્વાકાંક્ષી યોજના ગિફ્ટ IFSC માં ડૅલાવેયરના રોકાણકારો દ્વારા રોકાણ જેવા વિવિધ પાસાઓ અંગે ફળદાયી વિચારવિમર્શ કરીને આ ક્ષેત્રોમાં બન્ને રાજ્યના સંબંધ ગાઢ બનાવવાની અપેક્ષા વ્યકત કરી હતી.

Karyashala under ‘Subhash Palekar Organic Farming’ in Presence of Governor, CM and Deputy CM

Subhash Palekar Organic Farming

Governor of Gujarat Mr. Acharya Devvratji, Chief Minister Mr. Vijay Rupani and Deputy Chief Minister Mr. Nitin Patel marked their presence in a one day Karyashala under the ‘Subhash Palekar Organic Farming’ held at Mahatma Mandir today.

Addressing the audience, the Governor remembered his term as the Governor of Himachal Pradesh where he made efforts to gather as many as 500 farmers and encourage them towards organic farming. What started as a step turned out to be a great march. Within no time as many as 10 thousand farmers joined organic farming there. He talked about the benefits of the Subhash Palekar Organic Farming which focusses on environmental friendly methods and materials.  Mr. Devvratji urged the people to conserve water and act as responsible citizens to save the planet in the days to come.

Monday, 2 September 2019

Honourable Prime Minister Shri Narendra Modi ji Inaugurated Garvi Gujarat Bhavan at New Delhi

PM Modi Inaugurated Garvi Gujarat Bhavan

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશની રાજધાની દિલ્હીમાં પ્રથમ ઇકો ફ્રેન્ડલી એવા ‘ગરવી ગુજરાત ભવન’ને ખુલ્લુ મુકતાં જણાવ્યું હતું કે, આ ભવન ગુજરાતના સાંસ્કૃતિક, આર્થિક વિકાસનું મોડેલ તો છે જ પણ સાથે સાથે  ન્યુઇન્ડિયાનું પ્રત્યક્ષ પ્રમાણ પણ છે. આપણે આપણી સાંસ્કૃતિક વિરાસત અને પરંપરાઓને આધુનિકતાઓ સાથે જોડીને આગળ વધવા પ્રતિબધ્ધ છીએે એમ તેમણે ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું કે, ‘વિશેષતામાં એકતા’ એ ભારતની વિચારધારા છે અને ભારતના અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક તાકાત જ દેશને મહાન બનાવશે. દેશના એક ભાગ કે રાજ્યની તાકાત અને શક્તિઓને ઓળખીને આપણે આગળ વધવું છે અને રાષ્ટ્રીય – વૈશ્વિક સ્તરે તેને ફોક્સ કરવાનો આપણો અભિગમ છે. દેશની રાજધાનીમાં વિવિધ રાજ્યોના કલ્ચર, આર્ટ અને હેન્ડીક્રાફ્ટને શો-કેસ કરવામાં આવા ભવનો ઉપયુક્ત બનશે એમ તેમણે જણાવ્યું હતું.