Tuesday, 27 August 2019

Gujarat Police Force gets 50 Ultramodern Motorbikes to enhance Its Work Efficiencies

Gujarat Police Force gets 50 Ultramodern Motorbikes

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત પોલીસ દળને અદ્યતન સુવિધા સજ્જ પ૦ મોટરબાઇક ગાંધીનગરમાં અર્પણ કર્યા હતા.

તેમણે હિરો હોન્ડા મોટર સાયકલ એન્ડ સ્કુટર્સ ઇન્ડીયા દ્વારા ગુજરાત પોલીસને CSR એકટીવીટી તહેત અપાયેલા આ બાઇક પોલીસ દળની કાર્યદક્ષતા વધારનારા બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ સાયરન, પબ્લીક એડ્રેસ સિસ્ટમ, ફલેશ લાઇટ અને હાઇ કવોલિટી સેફટી હેલ્મેટથી સજ્જ આ પ૦ બાઇકને પ્રસ્થાન સંકેત આપી રાજ્યના નાગરિકોની સેવા માટે પોલીસ દળને  અર્પણ કર્યા હતા.

Monday, 26 August 2019

U.K High Commissioner to India Pays Courtesy Visit to Gujarat CM

U.K High Commissioner

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની સૌજ્ન્ય મુલાકાત યુ.કે.ના હાઇકમિશનર શ્રીયુત ડોમીનીક એસ્કવીથ (Sir Dominic Asquith) એ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને લીધી હતી.

શ્રી વિજયભાઇ રૂપાણી સાથે તેમણે ભારત – ગુજરાત – યુ.કે વચ્ચેના સંબંધોનો સેતુ વધુ સુદ્રઢ બનાવવાના વિવિધ વિષયે ગહન પરામર્શ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રી સાથેની વાતચીત દરમ્યાન શ્રીયુત ડોમીનીકએ વોટર મેનેજમેન્ટ, શિક્ષણ, આરોગ્ય, સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ઉપરાંત સ્ટાર્ટઅપ, ઇનોવેશનના વિષયોમાં સહભાગીતા માટે ઉત્સુકતા દર્શાવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ પણ વાયબ્રન્ટ ગુજરાત સમિટની શૃંખલાઓમાં યુ.કે ડેલીગેશનની ઉપસ્થિતી અને ર૦૧૭ના વાયબ્રન્ટમાં યુ.કે.ના ભારત સ્થિત હાઇકમિશનરના નેતૃત્વના ડેલીગેશનની ફળદાયી ભાગીદારી અંગેની વિગતો ચર્ચા દરમ્યાન આપી હતી.

Thursday, 22 August 2019

GUJ CM attended 24th Western Zone Council Meeting held under chairmanship of Union Home Minister at Goa

24th Western Zone Council Meeting

Chief Minister Mr. Vijaybhai Rupani participated in The 24th Western Zone Council (WZC) meeting held under Chairmanship of Union Home Minister Mr. Amitbhai Shah at Panaji, Goa..

Besides Gujarat, the WZC includes Maharashtra, Goa and Union Territories of Diu – Daman – Dadra Nagar Haveli. The meeting will also be attended by the Chief Ministers of the states, concerned ministers, and administrative authorities of the Union Territories, and senior officials.

In the meeting, Union Home Minister Mr. Amitbhai Shah will make deliberations on the inter-state issues and resolve them.

Tuesday, 20 August 2019

GUJ CM distributed cheques of Rs. 2,000-cr to Urban Authorities for developmental works

Urban Authorities for developmental works

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ ચોમાસાની ઋતુ પૂર્ણ થતાં જ આગામી દિવાળી પહેલાં રાજ્યના નગરો-મહાનગરો સહિતના માર્ગો-રસ્તા મરામતના કામ પૂર્ણ કરવા અત્યારથી જ માસ્ટર પ્લાન આયોજન તૈયાર કરી દેવા આહવાન કર્યુ છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, નગરો-મહાનગરોના સત્તાતંત્રો કામોની પ્રાયોરિટી નક્કી કરે. રાજ્ય સરકાર સ્થાનિક વિકાસકામો માટે નાણાંની કોઇ કચાશ રહેવા દેશે નહિ.

મુખ્યમંત્રીશ્રી રાજ્યની ૧૬ર નગરપાલિકાઓ, ૮ મહાપાલિકાઓ અને બે શહેરી વિકાસ સત્તામંડળોને સર્વાંગી વિકાસકામો માટે રૂ. બે હજાર કરોડની રકમના ચેક અર્પણ સમારોહના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા.


Monday, 19 August 2019

Gujarat to be made ‘Hub of Medical Tourism’ – Chief Minister Mr. Vijaybhai Rupani

Gujarat to be made ‘Hub of Medical Tourism’

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની દશે દિશાઓમાં સ્વાસ્થ્ય-આરોગ્ય સેવાઓનો વ્યાપ વિસ્તારી ગુજરાતને મેડિકલ ટૂરિઝમનું હબ બનાવવાની નેમ વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં નવી મેડિકલ પોલિસી જાહેર કરીને તાલુકાથી શહેરી ક્ષેત્ર સુધી મલ્ટિસ્પેશ્યાલિટી આરોગ્ય સેવાઓનું ફલક વિસ્તારવાનો અભિગમ છે.

અમદાવાદના બોપલમાં  સરસ્વતિ મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલનું ઉદઘાટન કરતાં તેમણે કહ્યું કે, વસતીના માપદંડ પ્રમાણે રાજ્યમાં ડૉક્ટરોની સંખ્યા વધારી દુનિયાના સ્વાસ્થ્યના માપદંડ પ્રમાણે સ્પર્ધા કરવી છે.

તેમણે કહ્યું કે, રાજ્યમાં નવી આરોગ્ય નીતિને પગલે રાજ્યમાં મેડિકલની ૯૦૦ બેઠકો હતી તે વધીને 5500 જેટલી થઈ છે. છ નવી હોસ્પિટલોનું નિર્માણ કર્યું છે.

GUJ CM Shri Vijay Rupani attended Krushi Mahashibir at Visavadar

Krushi Mahashibir at Visavadar

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ખેડૂતો, ગામડાં, પીડિતો અને શોષિતો માટેની છે. તેમના કલ્યાણ માટે જે કંઇ કરવાનુ થશે તે માટે સરકાર કટીબદ્ધ છે.

એક નયા ભારતનુ નિર્માણ કરીએ જેમાં કોઇ બેકાર ન હોય, ગરીબ ન હોય, ભ્રષ્ટાચાર ન હોય. આપણો ખેડૂત સમૃદ્ધિ પ્રાપ્ત કરે તે દિશામા આગળ વધીએ તેવું આહવાન પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.

ચાલુ વર્ષે સમગ્ર ગુજરાતમાં પુરતા પ્રમાણમાં વરસાદ પડ્યો છે તેનો લાભ લઇને આપણી ખેતીને સમૃદ્ધ બનાવવા  મુખ્યમંત્રીએ ખેડૂતોને પ્રતિબદ્ધ બનવા અપીલ કરી હતી.

જુનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે કેશુભાઇ માર્કેટીંગ યાર્ડમાં ધી ગુજરાત રાજ્ય સહકારી બેંક લી., જુનાગઢ જિલ્લા સહકારી બેંક લી. અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ  મહાખેડૂત શિબિરમાં અધ્યક્ષ સ્થાનેથી  મુખ્યમંત્રી સંબોધન કરી રહ્યા હતા.


Sunday, 18 August 2019

GUJ CM dedicated newly built Gir Somnath District Panchayat Bhawan and District Police Bhawan at Gir Somnath

Gir Somnath District Panchayat Bhawan | District Police Bhawan

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગીર સોમનાથ જિલ્લા પંચાયત અને જિલ્લા પોલીસ ભવનના નવા ભવનોનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે, નયા ભારતની સંકલ્પનામાં ગુજરાત પ્રજાભિમુખ સુશાસનથી  નવી દિશા આપશે.

ગુજરાતનું લોક પ્રશાસન આધુનિક બની રહ્યું છે અને ભ્રષ્ટાચાર મુક્ત, પારદર્શક, લોકાભિમુખ વહીવટથી ઝડપી જનસેવા ઉપલબ્ધ થઈ છે.

મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં સ્પષ્ટ કહ્યું કે, અગાઉ લોકોને નાગરીક સેવાઓના લાભ લેવા માટે અનેક મુશ્કેલીઓ પડતી હતી. અમારી સરકારે સુશાસન સાથે ઝડપી અને પારદર્શક નાગરીક સેવાઓનો વ્યાપ છેવાડાના માનવી સુધી વિસ્તારીને જનસેવાના નયા આયામો સિધ્ધ કર્યા છે.

બિન ખેતીની પ્રક્રિયાને ઓનલાઈન કરીને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ પ્રક્રિયા અમલી બનાવી છે.