ગુજરાતના ન્યાયતંત્રના વિવિધ પ્રકલ્પોના ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં વિકાસનો મજબૂત પાયો નાખ્યો છે. લોકોને આજે ન્યાયપાલિકા પર વિશ્વાસ વધ્યો છે. સાથોસાથ લોકોને સરકાર પર પણ વિશ્વાસ છે અને એ જ વિશ્વાસથી સરકાર કાર્યરત છે. ન્યાયતંત્રનો પણ વિકાસમાં ખૂબ મોટો હિસ્સો છે. ન્યાયાલયનો એક ચુકાદો લોકોનું જીવન બદલી દે છે. આટલી મોટી જવાબદારી વચ્ચે પણ અંતરનાદ સાંભળીને જ્યૂડિસરી સિસ્ટમ કામ કરી રહી છે. ત્યારે આપણે સહુ પણ એકબીજામાં પરમાત્માને જોઈએ તો સમગ્ર પરિસ્થિતિ બદલી જાય. એમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાત હાઇકોર્ટ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શ્રી એમ.આર.શાહ, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી અરવિંદ કુમાર, કાયદા મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના વિવિધ જિલ્લા, તાલુકાઓના 41 સ્થળો પરથી મહાનુભાવો આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.
ગુજરાતીમાં વધુ વાંચો: ગુજરાતના ન્યાયતંત્રના વિવિધ પ્રકલ્પોના ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત
0 comments:
Post a Comment