મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૮ લાખથી વધુ ખેડૂત ખાતેદારોના વ્યાપક હિતમાં કિસાન હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરીને રૂ. ૬૩૦.૩૪ કરોડનું માતબર સહાય પેકેજ જાહેર કર્યુ છે
રાજ્યમાં ર૦રર ની ખરીફ રૂતુમાં ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકશાનમાં સહાયરૂપ થવાના ઉદાત્ત અભિગમથી આ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.
આ વર્ષે ભારે વરસાદને કારણે ૧૪ જિલ્લામાં ખેતરોમાં પાણી ભરાવાને કારણે ખેતી પાકોને વ્યાપક નુકશાન થયું હતું.
છોટાઉદેપૂર, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, કચ્છ, જૂનાગઢ, મોરબી, પોરબંદર, આણંદ, ખેડા જિલ્લાઓના કુલ પ૦ તાલુકાઓના રપપ૪ ગામોમાં પાક નુકશાની અંગેના અહેવાલો સંબંધિત જિલ્લા તંત્ર મારફતે રાજ્ય સરકારને મળ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અહેવાલોના સર્વગ્રાહી આકલન અને ખેડૂતો, ખેડૂત સંગઠનોની તથા પ્રજા પ્રતિનિધિઓની રજુઆતો સંદર્ભે સંવેદનાપૂર્ણ અભિગમ અપનાવીને આ ૬૩૦.૩૪ કરોડ રૂપિયાના માતબર સહાય પેકેજની ઘોષણા કરી છે.
ગુજરાતીમાં વધુ વાંચો: મુખ્યમંત્રીશ્રીનો કિસાન હિતકારી નિર્ણય
0 comments:
Post a Comment