દેશમાં વિકાસના રોલ મોડેલ રહેલા ગુજરાતની ગૌરવગાથામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વધુ એક સિદ્ધિનું સિમાચિન્હ ઉમેરાયું છે.
ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ગુરુવારે પ્રસિદ્ધ કરેલા લોજિસ્ટીકસ ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટસ ઇન્ડેક્ષ-LEADS-૨૦૨૨માં ગુજરાતે ટોપ પર્ફોર્મર સ્ટેટની અચિવર્સ કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે
દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજીત પી.એમ.ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન અંગેના વર્કશોપ દરમ્યાન કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલ દ્વારા જાહેર કરાયેલા LEADS રિપોર્ટ મુજબ ગુજરાતે માલ-સામાનની સરળતાએ હેરફેરની કાર્યદક્ષતામાં સતત ચોથીવાર અગ્રિમ રાજ્યની શ્રેણીમાં સ્થાન જાળવી રાખ્યું છે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની દિશાના આ વધુ એક સફળ કદમ માટે સંબંધિત વિભાગોને અભિનંદન પાઠવ્યા છે.
ગુજરાતીમાં વધુ વાંચો: LEADS-૨૦૨૨ ઇન્ડેક્ષમાં ગુજરાતનું ટોપ પર્ફોર્મર સ્ટેટની અચિવર્સ કેટેગરીમાં સ્થાન
0 comments:
Post a Comment